રશિયાએ NATO દેશ પોલેન્ડમાં મિસાઈલ છોડી? જો બાઇડનના જવાબથી દુનિયા ચોંકી

PC: ndtv.com

પોલેન્ડમાં મિસાઈલ બ્લાસ્ટને કારણે બે લોકોના મોતથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. પોલેન્ડે આ ઘટના બાદ રશિયાના રાજદૂતને બોલાવ્યા છે. પોલેન્ડનું કહેવું છે કે 15 નવેમ્બરે યુક્રેનમાં રશિયાએ ભારે બોમ્બમારો અને 3.40 વાગ્યે એક મિસાઈલ યુક્રેનની સરહદે પડી. જોકે પોલેન્ડના મીડિયાનું કહેવું છે કે બે મિસાઈલ પડી છે. આ સમાચાર ફેલાતા જ અમેરિકા, બ્રિટન અને NATO સક્રિય થઈ ગયા. NATOએ ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

પરંતુ ઇન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલી G-20 કોન્ફરન્સમાંથી આ ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તે અસંભવિત છે કે પોલેન્ડમાં જે મિસાઇલ પડી તે રશિયા તરફથી છોડવામાં આવી હતી, રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે શરૂઆતી માહિતી અનુસાર મંગળવારે પોલેન્ડમાં જે મિસાઈલ વિસ્ફોટ થઈ તે રશિયા તરફથી છોડવામાં આવી ન હતી.

બાલીમાં વિશ્વના નેતાઓને મળ્યા પછી, મીડિયાએ બાઈડનને પૂછ્યું કે શું તે કહેવું ખૂબ જ વહેલું થશે કે મિસાઇલો રશિયાથી છોડવામાં આવી હતી કે નહીં. આના જવાબમાં તેમણે કહ્યું કે, પ્રારંભિક માહિતી તેનું ખંડન કરે છે. જ્યાં સુધી અમે તેની સંપૂર્ણ તપાસ ન કરીએ ત્યાં સુધી હું આ કહેવા માગતો નથી. અગાઉ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે પોલેન્ડમાં રશિયન મિસાઇલો પડી હોવાના અહેવાલો ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી કરવાની હરકત છે.

આ ઘટના બાદ પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુડાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે પણ વાતચીત કરી હતી. બાઈડને પોલેન્ડને સમર્થનની ખાતરી આપી અને કહ્યું કે તેઓ NATO સભ્યો માટે પ્રતિબદ્ધ છે. તો યુકેના PM ઋષિ સુનકે મિસાઇલ હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે બ્રિટન પોલેન્ડની સાથે છે. આ સિવાય યુક્રેનની સરહદ પાસે મિસાઈલ હુમલા બાદ પોલેન્ડે પોતાની સેનાને એલર્ટ રહેવા માટે કહ્યું છે. પોલેન્ડ NATOનું સભ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp