26th January selfie contest

લિથુઆનિયાને લઇને રશિયા અને NATO સામ-સામે, જાણો આખી વાત

PC: wikipedia.org

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે ઉત્તર એટલાન્ટિક સંગઠન NATO વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયાના વિદેશ મંત્રીએ નાટોના સભ્ય દેશ લિથુઆનિયા પાસે માગણી કરી છે કે, કૈલિનિનગ્રાદ પર ખુલ્લેઆમ લગાવવામાં આવેલા શત્રુતાપૂર્ણ પ્રતિબંધોને તાત્કાલિક હટાવવામાં આવે. ખાસ વાત એ છે કે, રશિયાની આ ચેતવણી એવા સમયમાં આવી છે, જ્યારે લિથુઆનિયાએ નાટો દેશોથી ચારેબાજુથી ઘેરાયેલા રશિયાના પરમાણુ સૈન્ય કિલ્લા કૈલિનિનગ્રાદના રેલવે દ્વારા જનારા સામાન પર પ્રતિબંધ લગાવ્યો છે. યુરોપિય સંઘ અને નાટો દેશો પોલેન્ડ તથા લિથુઆનિયા વચ્ચે વસેલા એક કેલિનિનગ્રાદ શહેરના રેલવે દ્વારા રશિયાથી સામાન મંગાવે છે. એટલું જ નહીં કેલિનિનગ્રાદના ગેસની સપ્લાઇ પણ લિથુઆનિયા દ્વારા જ થાય છે. બાલ્ટિક દેશ લિથુઆનિયાએ ગત સપ્તાહમાં એલાન કર્યું હતું કે, તેઓ રશિયા પર લાગેલા યુરોપિય સંઘના પ્રતિબંધોનિ સૂચિમાં સામેલ સામાનોને રેલવે દ્વારા કૈલિનિનગ્રાદ મોકલવા પર પ્રતિબંધ મૂકવા જઇ રહ્યા છે.

કોએનિગ્સબર્ગને 1255માં ટ્યૂટનિક નાઇટ્સે સ્થાપિત કર્યું હતું. આ જગ્યા બાદમાં જર્મન સેનાના નિયંત્રણમાં ચાલી ગઇ હતી. આ દાર્શનિક ઇમેન્યુઅલ કાંટ માટે એટલી પ્રસિદ્ધ છે. કાંટે કોએનિગ્સબર્ગમાં પોતાનું આખું જીવન વ્યતીત કર્યું. એ જગ્યા પ્રસિદ્ધ દાર્શનિક હન્ના અરેડ્ટથી પણ જોડાએલી છે. યુરોપના બાકી ભાગોની જેમ અહીં પણ યુદ્ધ અને શાંતિએ સ્થાનિક જાતીય સંરચના અને રાજકીય સીમાઓને ખતમ કરી દીધું છે. ડેજિંગના મુક્ત શહેરના નિર્માણ અને પોલિશ સ્થાપના સાથે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ પૂર્વ એશિયા જર્મનીથી અલગ થઇ ગયું.

દ્વિતીય વિશ્વયુદ્ધના અંત સુધી આ હિસ્સો જર્મનીના આધીન બની રહ્યું. સોવિયેત રેડ આર્મીએ જર્મનીને હરાવીને તે હિસ્સા પર પોતાનો કબજો કરી લીધો હતો. બાદમાં પોલેન્ડ અને સોવિયેત સંઘની વચ્ચે આ ક્ષેત્રના વિભાજન પર યાલ્ટા સમ્મેલનમાં સંમતિ બની. ત્યાર બાદ બન્ને દેશોએ 1945માં પોસ્ટડેમમાં બિગ થ્રીની બેઠકમાં ઔપચારિક માન્યતા આપી હતી. કોએનિગ્સબર્ગ શહેર અને તેની આસપાસના ક્ષેત્રોને સ્ટાલિને રશિયાનો હિસ્સો બનાવી દીધું હતું. બાદમાં સ્ટાલે પોસિડિયમ ઓફ સુપ્રીમ સોવિયેતના ચેરમેન અને સોવિયેત યુનિયનના હેડ ઓફ સ્ટેટ મિખાઇલ કાલિનિનના સન્માનમાં તેનું નામ બદલી દીધું.

કલિનિનગ્રાદમાં જર્મન, પોલિશ, લિથુએનિયન અને યહુદીઓની આબાદી વધારે હતી. તેને જોખમ માનતા સ્ટાલે આ ક્ષેત્રમાં જર્મનોને ખદેડવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ આખા વિસ્તારમાં રશિયન લોકોને વસાવવા માટે સોવિયેત સંઘે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન કલિનિનગ્રાદમાં જર્મન વિરાસતની દરેક નિશાની મટાડવાની કોશિશ કરી હતી. સામ્યવાદના પત બાદ આ ક્ષેત્ર પોતાની સોવિયેત વિરાસતથી ઉભરી આવ્યું, 1996માં રશિયન સરકાર પાસેથી મળી રહેલા વિશેષ આર્થિક પેકેજથી લાભાન્વિત થતું રહ્યું. હાલના તણાવ દરમિયાન કલિનિનગ્રાદનું રણનીતિક મહત્વ ઘણું વધી ગયું છે.

રશિયા માટે કલિનિનગ્રાદ એક એવો સૈન્ય અડ્ડો છે, જે આખા યુરોપ પર ભારી પડી શકે છે. રશિયા આ જગ્યા પરથી બાલ્ટિક સાગરમાં યુરોપ અને નાટો દેશોની અવરજવરને સંપૂર્ણ રીતે રોકી શકે છે. જો નાટોની સાથે ભવિષ્યમાં કોઇ યુદ્ધ થાય છે તો કલિનિનગ્રાદ રશિયન અભિયાનો માટે એક મહત્વપૂર્ણ લોન્ચપેડ હશે. તેથી રશિયન સેના કલિનિનગ્રાદમાં પોતાની સૈન્ય શક્તિને ઝડપથી વધારી રહી છે. યુક્રેનમાં જારી સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન દરમિયાન આ સૈન્ય અડ્ડાથી પરમાણુ મિસાઇલ હુમલાનો અભ્યાસ પણ સીધી રીતે નાટોને અવરોધ રૂપે જોવામાં આવી રહ્યું છે.

લિથુઆનિયાના આ પ્રતિબંધો થી કેલિનિનગ્રાદમાં રશિયાથી થનારી 50 ટકા આયાત થોભી જશે. કૈલિનિનગ્રાદ રશિયાનો અભેદ્ય કિલ્લો છે, જે યુરોપની બિલકુલ વચ્ચે આવે છે. જેના કારણે રાણનીતિક રૂપે તેનું ખુબ જ મહત્વ છે. હાલમાં જ રશિયાએ કેલિનિનગ્રાદમાં જ પરમાણુ હુમલાનો અભ્યાસ કર્યો હતો. કેલિનિનગ્રાદ લગભગ 223 વર્ગ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. રશિયન સેનાએ કેલિનિનગ્રાદમાં પરમાણું હુમલો કરવામાં સક્ષમ ઇસ્કંદર મિસાઇલથી હુમલાનો અભ્યાસ કર્યો છે. ઇસ્કંદર મિસાઇલ પ્રણાંલીને પહેલી વખથ 2016માં આ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યું હતું. આ મિસાઇલની રેન્જમાં જર્મની સહિત કેટલાક યુરોપિય દેશ પણ આવે છે. કેલિનિનગ્રાદમાં રશિયન નૌસેનાના બાલ્ટિક સાગર બેડાનું મુખ્યાલય છે અને માનવામાં આવે છે કે, અહીં રશિયાએ પરમાણું હથિયાર રાખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp