રશિયા-યુક્રેને છીનવી લીધી સુરતની ચમક, 20 લાખ લોકોના રોજગાર પર સંકટ

PC: theprint.in

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થયા બાદ દુનિયામાં ઘણું બધુ બદલાઈ ગયું છે. ઘઉંથી લઈને ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની કિંમતો ભડકે બળી રહી છે, પરંતુ ભારતનું એક શહેર એવું પણ છે જેની હીરા જેવી ચમક આ યુદ્ધથી ઉઠેલા ધૂળની ડમરીઓમાં ખોવાઈ રહી છે. અસર એ છે કે આ શહેરમાં કામ કરનારા લગભગ 22 લાખ લોકો માટે રોજગારીનું સંકટ ઉત્પન્ન થઈ ગયું છે. જી હાં અમે આ આર્ટિકલમાં વાત કરી રહ્યા છીએ આપણી ડાયમંડ સિટી સુરતની. રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધે આ શહેરમાં હીરા ઘસવાના કામમાં લાગેલા લગભગ 20 લાખ હીરાના કારીગરો માટે રોજી-રોટીનું સંકટ ઊભું થઈ ગયું છે.

સુરતના જ હીરાના કારખાનામાં કામ કરનારા 44 વર્ષીય યોગેશભાઈ જાંજમેરાનું કહેવું છે કે, શહેરમાં હવે જરૂરી માત્રામાં કાચા હીરા નથી એટલે તેની પાસે વધારે કામ નથી. યોગેશ જ્યારે 13 વર્ષનો હતો ત્યારે શાળા છોડ્યા બાદ હીરા ઘસવાના કામમાં લાગી ગયો હતો. હવે આ કામ કરતા 31 વર્ષ થઈ ચૂક્યા છે. તે ઈચ્છે છે કે રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થવું જોઈએ, તે દરેકની જિંદગી પર નિર્ભર કરે છે. યોગેશ પહેલાથી જ લગભગ 20 હજાર રૂપિયાના મહિનાની આવક મેળવતો રહ્યો છે. હવે આ યુદ્ધના કારણે કામની જે અછત થઈ છે, તેનાથી યોગેશની આવક 20-30 ટકા ઓછી થઈ ગઈ છે.

એટલું જ નહીં સુરતના સ્થાનિક ટ્રેડ યુનિયનનું અનુમાન છે કે, અત્યાર સુધી સુરતમાં 30,000 થી 50,000 હીરાના કારીગરોની જોબ જતી રહી છે, જ્યારે આ કામ પર નિર્ભર લોકોની સંખ્યા 15-20 લાખ સુધી છે. સુરતને પોર્ટુગલોના સમયમાં મોટી ઓળખ મળી. તાપી નદીના કિનારે વસેલા આ શહેરને મૂળ રૂપે એક બંદરગાહવાળા નગર તરીકે વસાવવામાં આવ્યું હતું, પરંતુ આઝાદી બાદ 60-70ના દશકમાં તેણે ડાયમંડ સિટીનો ખિતાબ હાંસલ કરી લીધો. આમ તો સુરત, કાપડના હોલસેલ વેપાર માટેનું પણ એક મોટું સેન્ટર છે.

દુનિયાના 90 ટકા હીરાઓને સુરતમાં જ કટિંગ કરીને પોલિસ કરવામાં આવે છે. ચિરાગ જેમ્સના CEO ચિરાગ પટેલનું કહેવું છે કે, જો કોઈ હીરો સુરત થઈને નથી ગયો, તેનો અર્થ તે હીરો જ નથી. મહિધરપુરા બજારમાં રોજ ખુલ્લામાં માર્ગ પર જ કરોડોના હીરાનો વેપાર થઈ જાય છે. કાગળના સામાન્ય પડીકામાં લોકો હીરાની લેવડ-દેવડ પૂરી કરી લે છે. સુરતના સંકટનું કારણ રશિયા પર લાગેલા ઇન્ટરનેશનલ આર્થિક પ્રતિબંધ છે. આ પ્રતિબંધોના કારણે ભારત માટે રશિયાથી હીરા અને અન્ય રત્નોનું આયાત કરવાનું મુશ્કેલ થઈ ગયું છે જ્યારે આ બાબતે રશિયા, ભારત માટે સૌથી મોટો સપ્લાયર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp