ગીર સોમનાથના એક વ્યક્તિએ સિંહની નજીક સૂતા-સૂતા વીડિયો લીધો, જુઓ વીડિયો

PC: youtube.com

અવાર નવાર વન્ય પ્રાણીઓની પજવણી કરવાની અને તેમની સાથે સેલ્ફી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ સાથે સેલ્ફી લેનારા લોકોને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રકારની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિએ સિંહથી માત્ર 20થી 25 ફૂટના અંતરે સૂતા સૂતા વીડિયો લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને સિંહની સાથે વીડિયો ઉતારનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી.

આ વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ સિંહની થોડા અંદરે જ જમીન પર કોણીનો ટેકો લઇને સૂઈ જાય છે અને અન્ય એક વ્યક્તિ તેનો વીડિયો ઉતારે છે. આ વીડિયોમાં એક મહિલાનો અને અન્ય એક પુરુષનો પણ આવાજ સંભળાય છે એટલે એવું સ્પષ્ટ પણે કહી શકાય છે. સિંહની સાથે વીડિયો ઉતારવાની ઘટનામાં અન્ય લોકોએ પણ આ વ્યક્તિનો સાથે આપ્યો હતો. વીડિયો ઉતારનાર જયારે તે વ્યક્તિને કોઈ વાત કહે છે ત્યારે જમીન પર સિંહની નજીક સૂતેલો વ્યક્તિ સિંહની વધારે નજીક જાય છે અને થોડી વાર જમીન પર સૂતેલો વ્યક્તિ વીડિયો કટ કરવાનું કહે છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ હવે જોવનું એ રહે છે કે, વન વિભાગ દ્વારા આ વ્યક્તિ સામે ક્યા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે. વન્ય સંરક્ષણ અધિનિયમની કલમ 1972 અનુસાર વન્ય પ્રાણીઓ સાથે સેલ્ફી લેવાની સખત મનાઈ હોય છે અને આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને 10થી 25 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp