ગુજરાતના આ દરિયા કિનારે મોજાની સાથે બહાર ફેંકાઈ રહ્યું છે સોનું, લોકોની જામી ભીડ

PC: youtube.com

તમને કોઈ એમ કહે કે, દરિયા કિનારે મોજાની સાથે સાથે સોનું પણ તણાઈને આવી રહ્યું છે. તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો ખરા? પણ ઘણા એવા લોકો હોય છે જે સોનું મેળવવા માટે આ પ્રકારની વાતોમાં આવીને રોજ દરિયા કિનારે સોનાની શોધમાં જાય છે અને કલાકો સુધી દરિયા કિનારે સોનું શોધતા રહે છે. આ પ્રકારની ઘટના બની છે પોરબંદર-વેરાવળ હાઇવે નજીક આવેલા માધવપુરના સમુદ્ર કિનારે.

એક રિપોર્ટ અનુસાર, પોરબંદર-વેરાવળ હાઇવે નજીક આવેલા માધવપુર ગામનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે છે. ભગવાન શ્રીકૃષ્ણએ માધવપુરમાં રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા હતા, તેથી આ ગામને માધવપુર ધામ પણ કહેવામાં આવે છે.

માધવપુર ગામ દરિયા કિનારે આવેલું છે. આ દરિયા કિનારાને લઇ છેલ્લા બેથી ત્રણ મહિનાથી એવી અફવા વાયુવેગે ફેલાઈ રહી છે કે, દરિયામાં મોજાંની સાથે સોનું પણ તણાઈને આવી રહ્યું છે. આ વાત ફેલાતાની સાથે ગામના અને ગામની આસપાસના લોકો દરિયા કિનારા પર સોનું શોધવા માટે ઉમટી રહ્યા હતા.

લોકોની સોનાની શોધ દરમિયાન સોનું તો ન મળ્યું પરંતુ એક ધાતુની પ્રતિમા મળી હતી. આ પ્રતિમાની હાલ ગ્રામ પંચાયતની ઓફિસમાં રાખવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી ઉડી રહેલી આ અફવાના કારણે લોકો સોનાની શોધમાં આવી રહ્યા છે પણ તેમને સોનું મળતું નથી. આ સમગ્ર ઘટનાના કેટલાક લોકોએ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp