મોરબી હાઇ-વે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3ના મોત, 3 ઇજાગ્રસ્ત

PC: news18.com

કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં બે મહિના જેટલો સમય લોકડાઉન આપવામાં આવ્યુ હતું. લોકડાઉનના કારણે રસ્તા પર વાહનોની અવરજવર ઓછી હોવાના કારણે અકસ્માતોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો હતો પરંતુ જેમ-જેમ રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી રહી છે તેમ-તેમ રસ્તા પર લોકોની અવર-જવર વધી રહી છે અને અકસ્માતના કિસ્સાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે મોરબી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાય છે.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળ પર 3 લોકોના મોત થયા હતા. તો ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ 108ને પોલીસને કરી હતી. જેથી આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં 108ની મદદથી ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી 3 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર મોરબીના માળિયાના ખીરાજી ગામ નજીક એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માત થયો હતો તે કારમાં 6 લોકો સવાર હતા અને તમામ લોકો સુરતથી મુંદ્રા તરફ જઈ રહ્યા હતા. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 6 લોકોમાંથી 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને કારમાં સવાર અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓએ ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પીટલમાં મોકલ્યા હતા. તો બીજી તરફ લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કરીને 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતની ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમાં મહેન્દ્રસિંહ, રાજેશ સુભાષ, યાજ્ઞનેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. હાલ પોલીસે તમામ લોકો ક્યાંના હતા, તે બાબતે માહિતી મેળવવા તપાસ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp