ગુજરાતના રણમાં મીઠું પકવતા અગરિયા માતા-પિતાનો પુત્ર એરફોર્સમાં જોડાયો

PC: bhaskarassets.com

આપણા રાજ્યના દરેક ખૂણામાં યુવા ટેલેન્ટ અસાધારણ છે. જેઓ કઠોર પુરૂષાર્થ કરીને તેઓ દેશ સેવા માટે આગળ આવે છે. ગુજરાતના સૌથી છેવાડાના માણસ તરીકે ઓળખાતા રણ પ્રદેશમાં પોતાના બાવડાંના જોરથી મીઠુ પકવતા ગરીબ પરિવારનો પુત્ર હવે એરફોર્સમાં મેડિકલ આસી. બની દેશની સેવા કરશે. જવાનોની હેલ્થની તપાસ કરીને એમને શારીરિક રીતે મજબુત બનાવશે.

કહેવત છે કે, અડગ મનના માણસને હિમાલય પાર કરવામાં પણ મુશ્કેલી નડતી નથી. આ વાક્ય સફેદ રણ પ્રદેશમાં મીઠું પકવતા ગરીબ પરિવારના પુત્રએ સાર્થક કર્યું છે. ખારાઘોડાના રણ પ્રદેશમાં મીઠું પકવતા ગોપાલભાઈ છનુરા તથા હંસાબેન છનુરાનો પુત્ર શ્રવણ હવે મેડિકલ આસી. બની એરફોર્સ પાંખમાં પોતાની સેવા આપશે. તેણે મેડિકલ આસી. માટેની લેખિત, શારીરિક અને મેડિકલ ટેસ્ટ પાસ કરી લીધી છે. હવે બેંગ્લોરમાં તાલિમ પાસ કરીને એરફોર્સના જવાનોનું હેલ્થ તપાસશે. વર્ષોથી માતાપિતા ખારાઘોડાના રણ પ્રદેશમાં મીઠું પકવવાનું કામ કરે છે. સંતાનમાં ત્રણ દીકરા અને એમાં શ્રવણ સૌથી નાનો પુત્ર છે. નિમકનગરની પ્રાથમિક શાળામાં અભ્યાસ પૂરો કરી પછી હળવદમાંથી ધો.9થી 12નો અભ્યાસ કર્યો હતો. લિંબડીમાંથી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવી એરફોર્સમાં મેડિકલ આસી.ની તમામ કસોટી સફળતાપૂર્વક પાસ કરી લીધી છે. આ વર્ષે માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા હતી. ત્યાર બાદ 1600મી. દોડ, 10 પુશઅપ-10 સીટઅપ્સ ચોક્કસ સમયમાં પૂરા કરી ઑકટોબરમાં લેવાયેલી કસોટીમાંથી પાસ થયો હતો. નવેમ્બર મહિનામાં મેરીટની યાદી પ્રકાશિત થયા બાદ બેંગ્લોરમાં એરફોર્સ ટ્રેનિંગ કેમ્પમાં જશે ત્યાર બાદ મેડિકલ આસી. તરીકે દેશની સેવા કરશે.

શ્રવણ કહે છે કે, લિંબડી મેડિકલ કોલેજમાં એડમિશન બાદ મારો મેડિકલ અભ્યાસ, ફી ખર્ચ સહિત તમામ ખર્ચો અગરિયા હિત રક્ષક મંચના હરણેશભાઈ પંડ્યા, પંક્તિબેન જોગ અને ભરતભાઈ સોમેરાની ટીમે ઉઠાવ્યો છે. રણમાં મીઠું પકવતા અગરિયાનો પુત્ર એરફોર્સમાં જોડાશે એવા સમાચાર સાંભળી સંસ્થાના અનેક લોકોમાં ખુશીનો આનંદ જોવા મળે છે. અમારા ઘરની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર ન હતી. વિકટ સ્થિતિમાં મારા માતા-પિતા બંને ભાઈનો ખર્ચો ઉઠાવી શકે એમ ન હતા.મોટાભાઈ કલ્પેશ આર્ટસમાં અભ્યાસ કરતો. જેણે પછી મારા અભ્યાસ માટે ભણવાનું છોડી દીધું. હાલ તે માતા-પિતા સાથે મીઠું પકવવાનું કામ કરે છે. શ્રવણ ગર્વ સાથે કહે છે કે, મારી નાની બેન શિલ્પા ભણવામાં મારા કરતા પણ હોશીયાર છે. જે અત્યારે ધો.10માં છે. બાકીની બંને બહેન ઘરકામ કરે છે. મોટાભાઈ અને માતા-પિતા ખારાઘોડામાં મીઠું પકવે છે. હિત રક્ષક મંડળને કારણે શક્ય થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp