સંતાનની લાલચમાં સાસરિયાઓ પરિણીતાને ભૂવા પાસે લઈ ગયા ભૂવાએ કર્યું દુષ્કર્મ

PC: patrika.com

રાજ્યમાં લોકડાઉનમાંથી રાહત મળતાની સાથે જ બળાત્કાર, મારામારી, હત્યા જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. બળાત્કારની વધુ એક ઘટના દાહોદમાં સામે આવી આવી હતી. દાહોદના એક ગામમાં સંતાન પ્રાપ્તિની લાલસામાં એક પરિણીતાના સસરિયાઓ ભૂવાની વાતમાં આવીને પરિણીતાંને સ્મશાનમાં ભૂવાની પાસે વિધિ કરવા માટે લઇ ગયા હતા. સ્મશાનમાં ભૂવાએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિણીતાના સાસરિયાઓને થતા તેમને પરિણીતાને સાથે રાખીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ અનુસાર દાહોદના સિંગવડ તાલુકામાં એક ગામ એક પરિણીતાને સંતાન ન હોવાના કારણે તે માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઇ હતી. જ્યારે આ વાતની જાણ નજીકના ગામમાં રહેતા મૂકેશ સંગાડા નામના ભૂવાને થતા, તે પરિણીતાની ઘરે પહોંચ્યો હતો અને ભૂવા મુકેશે પરિણીતાના સાસુ-સસરા અને પુત્રવધૂને વિધિ કરીને સાજી કરી દેવાની વાત કરી હતી. જેથી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરનારા પરિણીતાના સાસરીયાઓએ વિધિ કરવા માટે જણાવ્યું અને ભૂવા મૂકેશે વિધિ કરવા માટે પરિણીતાને છાપરી ગામમાં આવેલા સ્મશાનમાં લઈ આવવા માટે કહ્યું હતું. જેથી પરિણીતાની નણંદ અને તેના સસરા પરિણીતાને ભૂવા પાસે સ્મશાનમાં લઈ ગયા હતા.

સ્મશાનમાં પરિણીતાને એકાંતમાં વિધિ કરવી પડશે તેવું ભૂવાએ નણંદ અને સસરાને જણાવતા તેઓ બંને સ્મશાનથી દૂર જતા રહ્યા હતા અને પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી મૂકેશે લીંબુના બે ભાગ કરી એક ભાગ પરિણીતાંના કપાળ પર રાખી પરિણીતાં સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. પરિણીતાએ આ વાતનો ઇનકાર કરતા મુકેશે પરિણીતાના બન્ને હાથ પકડી લીધા હતા અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભૂવાની આવી હરકતોને કારણે પરિણીતાએ બૂમાબૂમ કરતા તેના નણંદ અને સસરા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

પરિણીતાના સસરા અને નણંદને આવતા જોઈને ભૂવો મૂકેશ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો અને ત્યારબાદ પરિણીતાએ સમગ્ર મામલે રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ભૂવા મૂકેશ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે મૂકેશ સામે ગુનો દાખલ કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp