26 તારીખે સી.આર.પાટીલ મોરબી અને લીંબડીમાં, CM કપરાડા અને ડાંગમાં

PC: facebook.com

ગુજરાત પ્રદેશ ભાજપા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે તારીખ 26 ઓક્ટોબર સોમવારના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો મોરબી અને લીંબડી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કપરાડા અને ડાંગ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કરજણ વિધાનસભા સીટ અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાશે.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ 26 ઓક્ટોબરના રોજ સવારના પ્રથમ તબક્કામાં લીંબડી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં લીંબડી ખાતે અને બપોર બાદના બીજા તબક્કામાં મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં મોરબી ખાતે ઉપસ્થિત રહી કાર્યકર્તા સંમેલનને સંબોધશે અને સ્થાનિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓ તથા ભાજપાના સાંસદઓ, ધારાસભ્યઓ, ભાજપા સંગઠનના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી 26 ઓકટોબરે કપરાડા વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર જીતુ ચૌધરીના સમર્થનમાં નાનાપોંઢા ખાતે સવારે 10.00 કલાકે જાહેર સભાને સંબોધશે અને 11.45 કલાકે હોટેલ સિલ્વર લિફ ખાતે સ્થાનિક અગ્રણીઓ અને જુદા જુદા સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. આ ઉપરાંત તેઓ ડાંગ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર વિજય પટેલના સમર્થનમાં બોરખેત ખાતે બપોરે 3.00 કલાકે જાહેરસભાને સંબોધશે અને ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા ખાતે બપોરે 4.00 કલાકે સ્થાનિક અગ્રણીઓ, વ્યાપારી આગેવાનો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 26 ઓકટોબરના રોજ કરજણ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં સાંજે 5.00 કલાકે કુરાળી ગામ ખાતે અને સાંજે 6.00 કલાકે મોટા ફોફળિયા ખાતે જાહેરસભાને સંબોધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp