સૌરાષ્ટ્રમાં રાજકીય પક્ષોને પણ ખબર નથી કે જનતા શું કરશે, આપનો અંડર કરંટ લાગી શકે

PC: khabarchhe.com

સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 24 બેઠકો પર ભાજપનું પ્રભૂત્વ જોવા મળી શકે છે તો કોંગ્રેસ 10 બેઠકો પર પહેલાથી જ મજબૂત છે જ્યારે આપનો કરન્ટ પણ ભારે પડી શકે છે કેમ કે, સૌરાષ્ટ્રમાં પક્ષ કરતા કેટલાક અન્ય ફેક્ટર વધુ કામ કરે છે.

સૌરાષ્ટ્રના 4 જિલ્લાની 24 બેઠકો પર ભાજપને કેટલી સીટો પર હાર પણ મળી શકે તો નવાઈ નહીં.ક્યાંક આપ પક્ષ ભાજપના તો ક્યાંક કોંગ્રેસના મતો તોડી રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. એકંદરે આ વખતે લોકોનો ઝુકાવ ભાજપ તરફ હોવાનું જાણકારોનું કહેવું છે. જો કે, આમ આદમી પાર્ટીની હાજરી અને ચૂંટણીના વાતાવરણને રાજકીય પક્ષો માટે પણ મુશ્કેલ બનાવી શકે છે કારણ કે સોશિયલ મીડિયામાં તેઓ વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે. જો કે, 2017માં સૌરાષ્ટ્રમાં ભાજપને ફટકો પડ્યો હતો કોંગ્રેસે કમાલ કરી હતી. જે રીતે વિકાસ થયો હતો તેની સરખામણીએ આ વખતે પણ દેખાવ વધુ સારો રહેશે તેવું સર્વત્ર જોવા મળી રહ્યું છે પરંતુ અત્યારથી ક્યાસ કાઢવો મૂશ્કેલ છે.

સૌરાષ્ટ્રમાં રાજકારણ પણ ઘણું સ્થાનિક હોય છે અનેક નેતાઓનું વર્ચસ્વ છે. PM મોદીના નેતૃત્વ હેઠળ, ભાજપે સૌરાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં સ્વિચ કરનારા મજબૂત સ્થાનિક નેતાઓ પર મોટાભાગે આધાર રાખ્યો છે. ઉદાહરણ તરીકે, પબુભા માણેક 1990 થી દ્વારકા મતવિસ્તારમાં અપરાજિત છે. તેમણે 2002માં અપક્ષ તરીકે તેમની પ્રથમ ત્રણ ચૂંટણી જીતી હતી. 2007ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા. ત્યારથી તેઓ ભાજપમાં છે. જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને તેમને બીજેપી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ આહીર સમાજના ધારાસભ્યને ભાજપે તેમના તરફ કર્યા છે. 2017 થી સૌરાષ્ટ્રના ઓછામાં ઓછા નવ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાયા છે.

પક્ષો ગ્રામીણ વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે

ગુજરાતના લગભગ 43 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જામનગર અને ભાવનગર જેવા કેટલાક શહેરી વિસ્તારોને બાદ કરતાં બાકીનો વિસ્તાર ગ્રામીણ છે. મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે 2001થી અત્યાર સુધીમાં દાયકામાં જે પ્રકારનું શહેરી રાજકીય વર્ચસ્વ હાંસલ કર્યું હતું તે માટે આ પ્રદેશ અનુકૂળ ન હોવાનું એક કારણ એ પણ છે કે, જેમાં ઘણી શહેરી બેઠકો પર મોટો ફાયદો થયો મળ્યો છે તો ક્યાંક હારનો સામનો પણ કરવો પડ્યો છે. તો દર વખતચે કૃષિ સંકટને લઈને ભાજપને ખેડૂતોના વોટથી કેટલાક વિસ્તારમાં માર પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp