કચ્છના કાંતિલાલને 200 ટન દાડમ ફેંકવા પડ્યા, જાણો શું છે કારણ

PC: zeenews.com

કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી અનેક લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઈ છે. અનલોક થયું હોવા છતા રોકડા કમાવવા માટેની ગાડી હજું અગાઉ જેટલી પાટે ચડી નથી. અનેક વ્યાપાર ધંધા પર એક મોટી બ્રેક લાગી ચૂકી છે. આ સિવાય પણ અનેક એવા વ્યવસાયની રેવન્યું પણ અટકી ગઈ છે. આ યાદીમાં ખેતી ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. ખેતીને પણ લોકડાઉનને કારણે માઠી અસર પહોંચી છે.

કચ્છમાં પણ સારી એવી ખેતી થઈ રહી છે. કચ્છ રણ વિસ્તાર હોવા છતાં પાણીની અછત વચ્ચે પણ અહીંના ખેડૂતો બાગાયતી ખેતિ બાજું વળ્યા છે. લોકડાઉનની સ્થિતિ પછી ખેત પેદાશનું કોઈ મોટું બજાર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કચ્છમાં બાગાયતી ખેતી કરતા ખેડૂત કાંતિલાલ પટેલે આ અંગે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે, 200 ટન દાડમ ફેંકી દીધા છે. જે દાડમ એક સમયે રૂ.100ના કિલો વેચાતા હતા અત્યારે રૂ.10માં પણ કોઈ ખરીદતું નથી. નખત્રાણાના સાંયરાયક્ષના ખેડૂત કાંતિલાલ પટેલે લોકડાઉન બાદ દાડમનું કોઈ માર્કેટ ન મળતા દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એવું પણ ઉમેર્યું કે, અત્યારે દાડમની કોઈ ઘરાકી નથી. ખેતરમાં મહામહેનતથી ઉગાવેલો 225 ટન દાડમનો દાણો બગડી ગયો છે. હવે આ દાડમને ફેંકી દેવા સિવાય કોઈ રસ્તો નથી.

200 ટન દાડમ તો ફેંકી દીધા છે. જેના લીધે આશરે રૂ.50 લાખનું મોટું નુકસાન થયું હોવાની પૂરી શક્યતાઓ છે. માત્ર કાંતિભાઈ જ નહીં આ વિસ્તારના બીજા પણ અન્ય ખેડૂતો દરરોજ ન વેચાયેલો માલ ફેંકી રહ્યા છે. ખેતી કરતી વખતે પાકનું જતન કરવામાં ઘણી મહેનત કરવી પડતી હોય છે. વરસાદ, તાપ કે ઠંડીના કોઈ પણ દિવસોમાં ખેતરમાં કામ તો કરવું જ પડે છે. એવામાં જો આટલો મોટો જથ્થો વેંચાય નહીં તો ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે. અગાઉ પણ શાકભાજી પકવતા ખેડૂતોની સ્થિતિ આવી થઈ હતી. સૌરાષ્ટ્રમાંથી પણ કેટલાક ખેડૂતોએ મોટી સંખ્યામાં તૈયાર થયેલો ખેતપેદાશનો જથ્થો ફેંકી દીધો હતો. આ રીતે લોકડાઉનને કારણે અનેક ખેડૂતોની દશા બેઠી છે. કચ્છમાં અનેક ખેડૂતોએ 10 કિમીની ત્રિજ્યામાં દાડમનું વાવેતર કર્યું હતું. પણ તાત્કાલિક લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે પાક અઠવાડિયામાં જ સડી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp