ગીરના જંગલમાં આજથી ચાર મહિના સુધી સિંહ દર્શન બંધ

PC: 365hops.com

વિદ્યાર્થીઓના વેકેશનમાં ઘણા લોકોએ પરીવાર સાથે ગીરના જંગલોમાં જઈ સિંહ દર્શન કર્યું હશે. પણ હવે કોઈ પણ લોકો સાસણ ગીરમાં આજથી ચાર મહિના સુધી સિંહ દર્શન કરી શકશે નહીં. સાસણ ગીરમાં આજથી ચાર મહિના માટે સિંહ દર્શન બંધ કરવામાં આવ્યુ છે. સિંહ દર્શન બંધ કરવાનું કારણ એ છે કે, ચોમાસાની ઋતુનો સમય વન્ય પ્રાણીઓ માટે સંવનન અને પ્રજનનનો સમય હોય છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી જાહેર જનતા સિંહ દર્શન નહીં કરી શકે. ચાર મહિના પછી 16 મી ઓક્ટોબરથી જાહેર જનતા માટે સિંહ દર્શન શરૂ કરવામાં આવશે. આ ચાર મહિના દરમિયાન જુનગઢમાં આવેલું દેવળીયા પાર્ક ખૂલું રહેશે. જ્યાં ચોમાસા દરમિયાન લોકો સિંહ દર્શન કરી શકશે.

અધિકારોઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અમે આ જંગલ સફારી બંધ રાખતા હોઈએ છીએ. કારણ કે, ચોમાસાનો જે સમય છે. તે સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ માટે સંવનન કાળ છે અને પ્રજનન ઋતુ છે. એટલે સિંહો અને અન્ય વન્યજીવોને તેમના પ્રજનન કાળ દરમિયાન કોઈ ખાલેલ ન પહોંચે તે માટે અમે આ અભ્યારણ બંધ રાખતા હોઈએ છીએ. 16 ઓકટોબરથી આ જંગલ સફારી શરૂ કરવામાં આવશે. આ સમય સમય દરમિયાન જો લોકોને સિંહ દર્શન કરવા હોય તો અમારું દેવળિયા સફારી પાર્ક ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp