અરબી સમુદ્ર નજીક બનેલા સાઇક્લોનીક સર્ક્યૂલેશનના કારણે આ તારીખે વરસાદની આગાહી

PC: windy.com

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમજ અરબી સમુદ્ર નજીક બનેલા સાયક્લોનીક સર્ક્યૂલેશનના કારણે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તા.5 ઓગસ્ટે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, તા. 6 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં તથા તા. 7 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી છે. આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનરે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે 6.00 થી બપોરના 2.00 સુઘી 36 તાલુકાઓમાં 1 મીમી થી લઇ 127 મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ 127 મીમી વરસાદ નોધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી તા.04/08/2020 અંતિત 358.67 મીમી વરસાદ થયો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમી ની સરખામણીએ 43.15% છે.

IMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં ઉભુ થયેલું લો પ્રેશર તેમજ સાઉથ ગુજરાત રીજીયન અને ઉત્તર અરબી સમુદ્ર નજીક બનેલ સાયક્લોનીક સર્ક્યૂલેશનના પ્રભાવે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં સારો વરસાદ થવાની શકયતા છે. તા. 5 ઓગસ્ટના રોજ મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, તા. 6 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં તથા તા. 7 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, મોરબી અને દેવભુમી દ્વારકા તથા કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 74.92 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.04/08/2020 સુધીમાં થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 63.64 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 88.25% વાવેતર થયું છે.

સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી 119.29 મીટર છે. તેમજ 1,70,098 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 50.92% છે. તેમજ 4,267 કયુસેક પાણીની આવક થવા પામી છે. રાજયનાં 205 જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ 2,87,544 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના 51.64 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ-54 જળાશય હાઇ એલર્ટ 5ર છે.

ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું છે કે, તા. 8મી ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવાની મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ જે લોકો દરીયો ખેડવા ગયેલા છે તેઓને 5રત બોલાવવાની કામગીરી ચાલુમાં છે.

મોસમ વિભાગની અગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના 5ગલે રાજ્યના તમામ વિભાગોને સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલે તાકીદ કરી છે. નર્મદા તેમજ અન્ય નદીઓ કે જે 5ડોશી રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે તેમની જળ સપાટી અંગે સંબંધિત રાજયોમાં થયેલા વરસાદ મુજબ સતત દેખરેખ રાખવા પણ જરૂરી સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી, આ અંગેની તમામ વિગત ઉચ્ચ ઓથોરીટીને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. તે ઉપરાંત લોકોને નદી નાળા કે કોઝવેથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp