ગુજરાતમાં થવા લાગી કરમદાની ખેતી, 15 હજારના ખર્ચમાં નફો થયો 2.55 લાખ

PC: khabarchhe.com

ચોમાસુ સારું રહેતાં જંગલ, વગડો અને ખેતીના પાકમાં કરમદા મોટા પ્રમાણમાં આવ્યા છે. જેને લીમડી વિસ્તારમાં સ્થાનિક ભાષામાં કશેળા કહે છે. હિંગોળગઢમાં પુષ્કળ પ્રમાણમાં તેનો ફાલ આવ્યો છે. ખાટા મીઠા અને પરચા સાથે ખાંડીને એની ચટણી બને છે. જેનો સ્વાદ પણ જોરદાર હોય છે. બહુજ ખાટા લાગે છે. મર્ચુ ,મીઠૂ નાખી ને ખવાય છે. ગંગેટા અથવા બાજેઠીયા પણ કહે છે. ફળ પાકે ત્યારે કેસરી થઈ જાય છે અને બહુ મીઠા હોય છે.

ખેતી

કરમદાનું વાવેતર કરનાર ગુજરાતના પહેલાં ખેડૂત છે. ભાવનગરના ઉમરાળાના ગોલરામ ગામના ખેડૂત લાલજીભાઈ શામજીભાઈ લુખી પોતાના ખેતરમાં પાણી ખારું થઈ જતાં પૂરો પાક લઈ શકતાં ન હતા. તેથી ખારાશવાળા તથા ઓછા પાણીમાં થાય એવો પાક થાય એવો કરમદાની ખેતી માટે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી રોપાની ખરીદી કરીને વાવેતર શરૂ કરી દીધું હતું.

કરમદા મોટા ભાગે ખેડૂતો ખેતરમાં ઉપાગડાં નથી કારણ કે તે સૌરાષ્ટ્રના જંગલોમાં અને પહાડી પ્રદેશમાં કુદરતી રીતે મોટા પ્રમાણમાં થાય છે. 18 બાય 18 ફૂટના ખાડા કરીને વાવેતર તેમણે કર્યું છે. દેશી ખાતર ભેળવીને બીજા જરૂરી ખાતર નાંખીને વાવેતર કરી દીધું હતું. છોડની વધારાની ડાળખીઓનું તેઓ સતત કટીંગ કરતાં રહે છે. ચોથા વર્ષથી તેમાં ફળ આવવા લાગ્યા હતા. જેટલાં ફૂલ બેસે એટલા ફળ થાય છે. પાકમાં ખાસ માવજત કે જાળવણી કરવી પડતી નથી.

કરમદાના ફૂડ પ્રોસેસીંગ યુનિટમાં અથાણું , જામ, જેલી, ચેરી, સરબત, જ્યુસ જેવી વસ્તુઓ બનાવે છે જેથી તેના પણ સારા ભાવ મળી રહે છે. અત્યારે તેઓ 6400 કિલો કરમદા ઉત્પન્ન કરે છે. જેની કૂલ આવતા રૂ.2.70 લાખ અને નફો રૂ.2.55 લાખ થાય છે. ખર્ચ માંડ રૂ.15,000 આવે છે. તે પણ એવી જમીન પર કે જ્યાં કોઈ પાક થતો ન હતો.

ફાયદા

કરમદામાં વિટામીન એ, એસ્કાર્બીક એસીડ અને ઉર્જા ભરપૂર માત્રા માં હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ લાભકારક હોય છે. જો તમે નિયમિત કરમદા ના જ્યુસ નું સેવન કરશો તો તમને કબજીયાત અને એનીમિયા જેવી બીમારીઓ ક્યારેય નહિ થાય. આ સાથે પાચન સબંધિત કોઈ પણ બીમારી તમને નહિ થાય. કરમદાની ચટણી બનાવી ખાવાથી પેઢા ના દુ:ખાવામાં રાહત મળશે.

સિંહને પ્રિય

ગામ અને શહેર કરતા, જંગલમાં વધુ ગરમી હોય છે. આવા વાતાવરણમાં ગરમીથી રાહત મેળવવા જંગલમાં કરમદાના વૃક્ષ નીચે સિંહ રહેવાનું પસંદ કરે છે. કરમદા, ઠંડક ફેલાવે છે. ત્યાં તડકાની અસર ઓછી થાય છે. સિંહ કરમદાના વૃક્ષની નીચે છાયામાં આખો દિવસ પડ્યો રહે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp