જૂનાગઢના ખેડૂતોએ ટ્રમ્પનું માસ્ક પહેરીને વિરોધ દર્શાવી કરી પાક વીમાની માગણી

PC: Youtube.com

ગુજરાતમાં 24 ફેબ્રુઆરીના રોજ એક તરફ લાખો લોકોએ રસ્તા પર એકઠા થઇને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું અને બીજી તરફ ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ ટ્રમ્પનું માસ્ક પહેરીને પાક વીમાની માંગણી કરતા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

જૂનાગઢમાં પાક વીમા લડત સમિતી, કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પાક વીમા અને પાક નુકસાનીના વળતર બાબતે જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોને પાક વીમો અને નુકસાનીનું વળતર ચુકવવા મુદ્દે ખેડૂતોને સાથે કોંગ્રેસેના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ ટ્રમ્પનું માસ્ક પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસના કો-ઓર્ડિનેટર અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુ પોકિયા, માંગરોળના ધારાસભ્ય બાબુ વાજા, જુનાગઢના ધારાસભ્ય ભીખા જોષી સહીત જૂનાગઢ જિલ્લા અને શહેરના કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબરીયાએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી પાક વીમાને લઇને કિસાન કોંગ્રેસ અને અન્ય ખેડૂત સંગઠનો લડત ચલાવી રહ્યા છે. આ લડતમાં ક્યાંક ને ક્યાંકને ખેડૂતોએ બહાર નીકળવાની જરૂર છે. ક્રોપ કટિંગના આંકડાઓ ચોરના દીકરાઓ ઘોળીને પી જાય છે. અધિકારીઓ એમ કહે છે કે, તમને વીમો મળશે અને જ્યારે વીમો જાહેર થાય ત્યારે એ ગામમાં ઝીરો ટકા વીમો મળે. વીમા કંપનીઓને માલામાલ કરવામાં આવી છે. આ લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે. પાકવીમો અપાણો અધિકાર છે. આપણે ભીખ નથી માંગતા આપણે હક માંગીએ છીએ અને આપણો હક છીનાવવાનું કામ આ પાપી લોકોએ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp