જૂનાગઢ મનપાનો આદેશ, હોર્ડિંગ્સ મજબૂત બનાવો નહીંતર કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાખીશું

PC: khabarchhe.com

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં લગાવાયેલા હોર્ડિંગ્સની અને ગેન્ટ્રી બોર્ડ અંગે જે તે કોન્ટ્રાક્ટરને મનપાને નોટિસ પાઠવી હતી. જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા સ્ટેબલ સર્ટિફિકેટ રજૂ કરવા જણાવ્યું છે.

જો આવું સ્ટેબલ સર્ટીફીકેટ રજુ કરવામાં નહિ આવે તો જે તે એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા સુધીના પગલા ભરવામાં આવશે તેવું મહાનગરપાલિકા પાસેથી જાણવા મળી રહ્યું છે જૂનાગઢ શહેરમાં મસમોટા હોડિગ્સ લટકી રહ્યા છે જાહેરાત માટેના આ વિરાટકાય બોર્ડ છે જે એજન્સીએ લગાવ્યા છે આના માટે મહાનગરપાલિકાએ નિયત ચાર્જ લઇને પરમિશન આપી હોય છે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારમાં હાલ 46 અને 11 ગેલેરી બોર્ડ લટકી રહ્યા છે.

ચોમાસાની ઋતુ દસ્તક દઈ રહી છે સાથે છેલ્લા ચારેક દિવસથી તેજ ગતિથી પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે ભારે પવનના કારણે કે પછી ચોમાસામાં ભારે આંધી સાથેના વરસાદની સામે આ બોર્ડ મજબૂતાઈથી ટકી રહે તેવી સંભાવના છે કે કેમ તે મુજબ બોર્ડને મજબૂત કરવા જણવ્યું હતું. જો આ મહાકાય બોર્ડ તૂટે પડે તો જાનહાનિ તેમજ અન્ય નુકસાન થવાની સંભાવના છે જેથી તાત્કાલિક સર્ટીફીકેટ રજુ કરવા મનપાએ હોર્ડિંગ્સ લગાવતા કોન્ટ્રાક્ટરોને આદેશ કર્યો છે.

જૂનાગઢ શહેરમાં આડેઢસ હોર્ડિગ્સ લગાવી દેવામાં આવ્યા છે પણ જો આ બોર્ડ માટી કોઈ બોર્ડ નીચે પડે અને જાનહાની સર્જાઈ તો જવાબદારી કોની બને તે માટે આજે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વાર આ નિર્ણય લેવાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp