રાજકોટ પોલીસે નકલી નોટ છાપતા એક ઇસમની ધરપકડ કરી

PC: khabarchhe.com

હવે તો કેટલાક લોકો ચલણી નોટો પણ ઘરમાં છાપતા થઈ ગયા છે. ગુજરાતમાં અવાર નવાર લાખો રૂપિયાની ચલણી નોટો પકડાય છે. ત્યારે રાજકોટ SOGએ નકલી ચલણી નોટ છાપતા એક ઇસમની ધરપકડ કરી છે. આ ઇસમ પોતાના ઘરે કલર પ્રિન્ટર અને સફેદ કાગળોની મદદથી અલગ અલગ દરની ચલણી નોટો છાપતો હતો. બાતમીના આધારે પોલીસે આ ઇસમના ઘરે રેડ કરીને નકલી નોટો સાથે આરોપીની ધરપકડ કરી હતી.

એક રીપોર્ટ અનુસાર રાજકોટ SOGને બાતમી મળી હતી કે, એક ઇસમ તેને ઘરમાં અલગ અલગ દરની ચલણી નોટો પ્રિન્ટરની મદદથી છાપી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રાજકોટમાં આવેલી લક્ષમણ જૂલા પાર્કમાં આવેલી શેરી નંબર 3ના એક મકાનમાં રાત્રીના સમયે રેડ કરી હતી. જયારે પોલીસ આ બાતમી વાળી જગ્યા પર રેડ કરવા માટે ગઈ ત્યારે ચોંકી ગઈ હતી. કારણે કે, આ જગ્યા પર એક ઇસમ પ્રિન્ટરની મદદથી અલગ અલગ દરની ચલણી નોટો ઘરે છાપતો હતો. આ ઇસમ નકલી નોટ બનાવવા માટે સફેદ કાગળ, પ્રિન્ટર, કટરનો ઉપયોગ કરતો હતો. પોલીસ પૂછપરછમાં આ ઇસમનું નામ અરવિંદ અકબરી જાણવા મળ્યું હતુ.

પોલીસે નકલી નોટ છાપનાર અરવિંદની ધરપકડ કરીને તેના ઘરેથી કલર પ્રિન્ટર, પ્રિન્ટરનો કેબલ, કાચનો ટુકડો, કટર, કોરા સફેદ કાગળો અને 75 હજારની નકલી નોટો જપ્ત કરી હતી. 75 હજારની નકલી નોટમાં 2000 દરની 33 નોટ, 500ના દરની 12 નોટ અને 200ના દરની 15 નોટોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp