રાજકોટમાં હડતાલ કરી રહેલા ડૉક્ટરોએ દર્દીઓને ધક્કા મારીને હોસ્પિટલની બહાર કાઢ્યા

PC: youtube.com

પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરો પર થયેલા હુમલાને લઇને દેશભરના તબીબો અને મેડિકલ પ્રોફેસરો 24 કલાકની પ્રતીક હડતાલ પર ઉતર્યા છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા આજે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ 24 કલાકની હડતાલના સમય દરમિયાન માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. દેશભરના તબીબોએ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન ચાલુ રાખવાનું અને કોઈપણ પ્રકારની હિંસા ન કરવાનું એલાન કર્યું છે. ડૉક્ટરો હોસ્પિટલમાં પોતાની સુરક્ષાની માગને લઈને આ હડતાલ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના 28 હજાર જેટલા ડૉક્ટરો અને મેડિકલ પ્રોફેસરો પણ હડતાલમાં જોડાયા છે.

એક તરફ રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર ડૉક્ટરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો દર્દી સાથે માથાકૂટ કરીને તેમને હોસ્પિટલની બહાર કાઢી રહ્યા છે.

એક રીપોર્ટ અનુસાર, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર લોકોની સેવા કરવાને બદલે તેમની સારવાર કરીને તેમના પર ઉપકાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક ડૉક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં ડૉક્ટરે દર્દીની સારવાર કરવાના બદલે તે હાજર હોવા છતા પણ હું હાજર નથી. તેમ કહીને દર્દીને મરી જવાનું કહ્યું હતું. ત્યારે આજે ડૉક્ટરો એક દિવસની હડતાલ પર ઉતર્યા છે. કેટલાક દર્દીઓને આ બાબતે જાણ ન હોવાના કારણે તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યારે હડતાલ પર ઉતારેલા ડૉક્ટરોએ દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢ્યા અને હોસ્પિટલના દરવાજા બંધ કરી દીધા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની આ હરકતના કારણે સવાલો એ ઊભા થાય છે કે, હડતાલ કરી રહેલા ડૉક્ટરોને હોસ્પિટલના દરવાજા બંધ કરવાની અને દર્દીઓને હોસ્પિટલમાં બહાર કાઢવાની સત્તા કોણે આપી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp