રાજકોટ વન-ડે મેચની ટિકિટ આપવા આવેલા હિમાંશુને રાજકોટના PSIની ગોળી વાગી જતા મોત

PC: abplive.com

રાજકોટમાં PSIની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટવાને કારણે એક નિર્દોષનો ભોગ લેવાયો હતો. આ ઘટનામાં હાલ PSI પી. પી. ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતક હિમાંશુ ગોહેલ અને  PSI પી. પી. ચાવડા વચ્ચે મિત્રતા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની વિગત અનુસાર, રાજકોટના ત્રિકોણ બાગ પાસે આવેલા બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં તા. 15મી PSI પી. પી. ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, તે જ સમયે અચાનક ગોળી છૂટી ગઈ હતી અને આ ગોળી PSIને ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચની ટિકિટ આપવા આવેલા અને સ્પાનો ધંધો કરતા હિમાંશુ ગોહેલને વાગતા તેનું મોત થયું હતું.

રિપોર્ટ અનુસાર, મૃતક હિમાંશુ ગોહેલ રાજકોટ બસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ સ્પાનો ધંધો કરતો હતો અને છેલ્લાં ઘણા સમયથી PSI ચાવડા અને તેની વચ્ચે સારી મિત્રતા હતી. 15મી તારીખે હિમાંશું PSI ચાવડાને આગામી 17 તારીખે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાનારી મેચની ટિકિટ આપવા માટે આવ્યો હતો, તે સમયે આ ઘટના બની હતી. પોલીસે ઘટના અંગે FSLની પણ મદદ લઈ રહી છે. આગામી દિવસોમાં PSI ચાવડા વિરુદ્ધ ખાતાકીય તપાસ અંતર્ગત શિક્ષાત્મક પગલાં લઈ શકે છે.

હાલ, સોશિયલ મીડિયામાં મૃતક હિમાંશુનું સ્પા જે કોમ્પ્લેક્ષમાં હતું, તેનો ગત 12 તારીખને CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૃતક હિમાંશુ અને PSI ચાવડા વચ્ચે મુલાકાત થઈ હતી અને તે સમયે અન્ય 3-4 વ્યક્તિઓ પણ ત્યાં હાજર હતા. આ બંને વચ્ચે કેવા સંબંધો હતો, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp