અહીં ફ્રીમાં મળશે ભાડેથી હેલમેટ, લોકોને દંડથી બચાવવા રાજકોટના વેપારીની નવી પહેલ

PC: youtube.com

16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો છે. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થતા જ રાજ્યના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતા સોશિયલ મીડિયા પર ઘણા જોક્સ વાયરલ થયા હતા અને તેમાં એક જોક્સ એવો હતો કે, નવા નિયમની અમલવારી થયા પછી એક હેમલેટ ભાડે આપવાના બિઝનેસની શરૂઆત થશે. લોકોએ વાયરલ કરેલો આ જોક્સ રાજકોટના એક વેપારીએ સાચો કરી દીધો, આ વેપારી લોકોની મદદ માટે હેલ્મેટ ભાડે આપે છે, પરંતુ ભાડામાં એક પણ રૂપિયો લેતો નથી.

નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી રાજકોટવાસીઓ કંઈને કંઈ નવું કરી રહ્યા છે. કેટલાક લોકો હેલમેટની જગ્યા પર તપેલી પહેરીને રસ્તા પર નીકળી રહ્યા છે અને કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટના આજીડેમ ચોકડી પાસે દુકાન ધરવાતા કિશોર વેકરીયા નામના વેપારીએ હેલમેટ ભાડે આપવાનું શરૂ કર્યું છે. કિશોર વેકરીયા ગામડામાંથી રાજકોટ શહેરમાં આવતા લોકોને દંડથી બચાવવા માટે ડિપોઝીટ લઇને હેલમેટ ભાડે આપે છે અને જ્યારે લોકો તે હેલમેટ પરત આપે ત્યારે કિશોર વેકરીયા લોકોએ આપેલા ડિપોઝીટના પૈસા પરત આપી દે છે.

આ બાબતે કિશોર વેકરીયાનું કહેવું છે કે, ગામડાંના લોકો જ્યારે શહેરમાં આવે છે ત્યારે તેમને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ભરવો પડે છે. એટલે ગામડાંના લોકોને હેલમેટના કારણે દંડ ન ભરવો પડે તે માટે અમે આ કરી રહ્યા છીએ. સવારે દુકાન પર આવ્યા પછી આજુબાજુના દુકાનવાળાના હેલમેટ સાંજ સુધી દુકાનમાં પડ્યા રહે છે એટલે નક્કી કર્યું છે કે ઓળખિતા કોઈ પણ લોકોને હેલમેટ મદદ માટે આપીશું અને ન ઓળખાતા લોકોને હેલમેટ જોઈતું હશે તો ડિપોઝીટ લઇને હેલમેટ આપીશું અને એ લોકો હેલમેટ પરત કરશે ત્યારે તેમના પૈસા પરત આપી દઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp