રાજકોટમાં નગર પ્રાથમિક શાળાની શિક્ષિકાએ બાળકોના માથા લાદીમાં પછાડી માર માર્યો

PC: youtube.com

રાજ્યમાં ઘણી વાર શાળાના શિક્ષક દ્વારા બાળકોને ઢોર માર મારવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. આ પ્રકારની ઘટનાં રાજકોટમાં પ્રકાશમાં આવી છે. રાજકોટમાં આવેલી જમશેદજી તાતા શાળા નંબર 81 અભ્યાસ કરતા કેટલા બાળકોને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ તમામ બાળકો પોતાન ઘરે ગયા ત્યારે તેમાંથી એક બાળકને રાત્રીના સમયે શિક્ષિકાના ડરના કારણે તાવ આવી ગયો હતો. બાળકે તેના ડરનું કારણ તેના માતા-પિતાને કહેતા તેઓ શાળાએ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પ્રિન્સીપાલને રજૂઆત કરી હતી.

એક રિપોર્ટ અનુસાર રાજકોટમાં આવેલી જમશેદજી તાતા શાળા નંબર 81માં 15 નવેમ્બરના રોજ ધોરણ ત્રણ અને ચારના બાળકો અવાજ કરતા હોવાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા અરમાન, શિવરાજ, યશ, ભરત અને ધ્રુવ નામના બાળકો આ બાબત શિક્ષિકાએ ફરિયાદ કરવા માટે ગયા હતા. બાળકોના ફરીયાદ કરવાના શિક્ષિકા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેને અરમાનનો કાન મરડીને તેનું માથું લાદીમાં પછાડ્યું હતું અને અન્ય વિદ્યાર્થીઓને પણ આ રીતે માર મારીને શાળામાંથી કાઢી મૂક્યા હતા.

આ ઘટના પછી તમામ બાળકો ઘરે ચાલ્યા ગયા હતા અને તેમાં અરમાનને શિક્ષિકાના ડરથી તાવ આવી ગયો હતો. તેથી અરમાનના પિતા તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. અરમાને શાળામાં બનેલી ઘટના બાબતે પિતાને જણાવ્યુ હતું તેથી બીજા દિવસે અરમાનના પિતા તેજપાલ NSUIના કાર્યકર્તાઓને સાથે રાખીને શાળા પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે શાળાના આચાર્યને માહિતી આપી હતી ત્યારે શાળાના આચાર્યએ શિક્ષિકાની પાસે માફી પત્ર લખાવીને વાતને આગળ વધતી અટકાવી દીધી હતી.

આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્ર ઠાકુરે બાળકોને ક્રુરતાથી માર મારનાર શિક્ષિકાને શો-કોઝ નોટીસ આપીને ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આ મામલો આગળ વઘતા શાળાના આચાર્યએ તેમનો મોબાઈલ બંધ કરીને જવાબ દેવાનું ટાળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp