અમરેલીના આ ગામમાં 6 વીઘા જમીનમાં ખેડૂતે ગાંજો ઉગાડ્યો, SPએ વીડિયો શેર કર્યો

PC: youtube.com

રાજ્યમાં નશીલા પદાર્થનું સેવન કરવું, તેનું વેચાણ કરવું કે, પછી નશીલા પદાર્થની ખેતી કરવા પર પ્રતિબંધ છે પરંતુ અવાર નવાર ખેડૂતો પોતાના ખેતરમાં નશીલા પદાર્થની ખેતી કરતા પોલીસના હાથે ઝડપાય છે, ત્યારે અમરેલીમાં એક ખેડૂત અને તેના પુત્રોને પોલીસે બાતમીના આધરે ગાંજાની ખેતી કરતા ઝડપી પાડ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર અમરેલી SOGને બાતમી મળી હતી કે, લાઠી તાલુકામાં આવેલા સુવાગઢ ગામમાં એક ખેડૂતે તેના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું છે. SOGએ બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા તે જગ્યા પર મોટાપાયે ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવતા SOGની ટીમે દામનગર પોલીસને સાથે રાખીને પોલીસ વડા નિર્લિપ્ત રાયની સુચનાથી સુવાગઢ ગામના લખમણ ગોલેતરના ખેતરના રેડ કરી હતી. આ રેડ દરિમયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, ખેડૂત લખમણ ગોલેતર અને તેના બે દીકરાઓએ સાથે મળીને 5 વીઘા અને 14 વસા જેટલા ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું છે.

તેથી પોલીસે કડક કાર્યવાહી કરીને બે દિવસના સમયની અંદર લખમણ ગોલેતરના ખેતરમાં ઉગાડવામાં આવેલા ગાંજાનું કટિંગ કરીને તેને જમા કર્યો હતો. દામનગર પોલીસ પોલીસે ગાંજાના બિયારણ સાહિત 89.55 લાખનો મુદ્દામાલ કબજે કરીને ખેડૂત લખમણ ગોલેતર અને તેના બે પુત્રની ધરપકડ કરી હતી અને તેમની સામે NDPS એક્ટ સહિત કલમો લગાવીને ગુનો દાખલ કર્યો હતો. આ કાર્યવાહી કર્યા પછી અમરેલી પોલીસે પોતાના ટ્વીટર હેન્ડલ પર ગાંજાની ખેતી જે ખેતરમાં થતી હતી, તેનો એક વીડિયો મૂકીને માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp