રાજકોટના મેયરે ઢોર બાબતે નિવેદન આપ્યું, તો માલધારી સમાજ વાછરડું લઇ પહોંચ્યા

PC: DainikBhaskar.com

રાજ્યના શહેર અને ગામડાઓમાં રખડતા ઢોરના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો કેટલીક વખત રસ્તા પર અડીંગો જમાવીને બેસી ગયેલા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે રાજકોટમાં પણ રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે 7 દિવસ પહેલા મેયર પ્રદીપ ડવ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, શહેરના અનેક વિસ્તારમાં ઢોરની સમસ્યા દેખાઈ રહી છે.

માટે રસ્તા પર ઢોરનો ત્રાસ ચલાવી લેવાશે નહીં અને નવરાત્રી બાદ તમામ વોર્ડમાં ઢોર પકડવાનું અભિયાન મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. રાજકોટને મેયર પ્રદીપ ડવ દ્વારા ગાયને ઢોર કહેવામાં આવતા માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. તેથી માલધારી સમાજના લોકો ગાયના વાછરડાને લઇને વિરોધ કરવા માટે મહાનગરપાલિકાની કચેરી પર પહોંચ્યા હતા. માલધારી સમાજના લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગાય તમારા માટે ઢોર હશે પણ અમારા માટે માતા છે.

માલધારી સમાજના લોકો રાજકોટ મહાનગરપાલિકાની કચેરી પર વાછરડાને હાર પહેરાવીને લઇ ગઈ ગયા હતા. માલધારી સમાજના લોકોનું કહેવું છે કે, પહેલા અમદાવાદની એક જાહેર મીટીંગમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આઠ દિવસમાં એક પણ ગાય રસ્તા પર દેખાશે નહીં તેવું નિવેદન આપ્યું હતું પછી રાજકોટના મેયર પ્રદીપ ડવ દ્વાર ગાયને હટાવવાની વાત કરી છે. મેયર પ્રદીપ ડવના આ નિવેદનથી માલધારી સમાજના લોકોની લાગણી દુભાય છે. તેથી મેયરે તેમના આ નિવેદન અંગે માલધારી સામાજની માફી માગે.

માલધારી સમાજના આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, પશુધનના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને તે અમને પણ નથી ગમતું. પરંતુ માલધારી પાસે ગાયો રાખવા માટે જગ્યા હોતી નથી. ગૌચર જમીન પર દબાણો થયા છે અને પશુધનને ફરવા માટે કે ચરવા માટે કોઈ જગ્યા નથી. એટલા માટે પશુઓને રસ્તા પર મૂકવા માટે અમે મજબૂર છીએ. આ ઉપરાંત માલધારી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, અમારા સમાજની માગણી સ્વીકારવામાં આવશે નહીં આવે તો ગાયો સાથે અમે રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp