શિવરાત્રીનો મેળો મોકૂફ થતા સંતોમાં રોષ, કહ્યુ- સભા, ચૂંટણીઓ કરી કોરોનાનું બહાનું

PC: youtube.com

જૂનાગઢના શિવરાત્રીના મેળાનું આયોજન રંગે ચંગે કરવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો શિવરાત્રીના મેળામાં એકઠા થાય છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ અન્ય રાજ્યોના લોકો પણ આ મેળામાં ભાગ લેવા માટે છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે કોઈ પણ તહેવારની ઉજવણી ધામધૂમથી થઇ શકી નથી. તેવામાં હવે જૂનાગઢના શિવરાત્રીના મેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તંત્રએ શિવરાત્રીનો મેળો નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. પણ વર્ષોની પરંપરા સચવાઈ રહે તે માટે સાધુ સંતોનો મહાવદ નોમના દિવસે સ્નાનવિધિ, ધ્વજા રોહણ અને પૂજા-અર્ચના કરીને 5 દિવસના મેળાની પરંપરા જાળવવાની મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણીમાં ભીડોને ભેગી કરીને પ્રચાર કરનારને તંત્રએ કઈ ન કહ્યું પણ હવે શિવરાત્રીને મેળા પર પ્રતિબંધ લગાવતા સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર સનાતન પરિષદના ઉપાધ્યક્ષ દ્વારા શિવરાત્રીના મેળામાં લોકોને એકઠા થવાનું આહ્વાહન કરવામાં આવ્યું છે. આ બાબતે સાધુ-સંતોમાં પત્રીકાનું વિતરણ કારીને એક સંમેલન બોલાવવાનું પણ બોલાવવામાં આવ્યું છે. સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષ આત્માનંદજી બ્રહ્મચારી છે. તેમણે તંત્રના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આત્માનંદજી બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શિવરાત્રીનો મેળો બંધ રાખવાની વાતથી સાધુ સંતોમાં રોષ છે. સભા, સરઘસ, ચૂંટણીઓ કરીને સોમનાથ મંદિર શિવરાત્રી દરમિયાન 72 કલાક ખુલ્લૂ રાખવાની જાહેરાત કરી મહાકુંભનો મેળો શરૂ રાખવામાં આવ્યો છે. જેમાં સ્નાન દરમિયાન 40 લાખ લોકો એકઠા થાય છે. પણ તેની સામે જૂનાગઢમાં કુંભના મેળામાં માંડ 5થી 7 લાખ લોકો એકઠા થાય છે. જૂનાગઢના ભવનાથમાં કોરોનાનું બહાનું કરી અને સનાતન ધર્મની પરંપરાગત શિવની આરાધના કરવાનો માટેનો મેળો બંધ રાખવામાં આવતા પ્રજાની સાથે સાધુ-સંતોમાં પણ રોષ છે.

આ ઉપરાંત આપાગીગા ઓટલાના મહંત મંડલેશ્વર નરેન્દ્ર બાપુએ શિવરાત્રીના મેળાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. આ રજૂઆત પછી આત્માનંદજી બ્રહ્મચારીએ ભાજપ સરકાર આંકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મના કાર્યો જ શા માટે બંધ રાખવામાં આવે છે? બંગાળની ચૂંટણીમાં લાખો લોકોને એકઠા કરી રહ્યા છે શું ત્યાં કોરોના નથી? ભાજપ સરકાર આક્ષેપો કરીને આત્માનંદજીએ ભક્તોને શિવરાત્રીના મેળવા ઉમટી પડવાનું આહ્વાહન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp