કેન્દ્રીય મંત્રીને કાયદા નથી લાગતા? સાસણ ગીરમાં રાત્રિ સિંહ દર્શન કરવા નિકળ્યા

PC: khabarchhe.com

કેન્દ્રીય વન મંત્રીની મુલાકાતને લઈ સિંહ પ્રેમીઓએ કરેલા આક્ષેપ મુજબ મંત્રી માટે વનવિભાગ દ્વારા સિંહોને લોકેટ કરવામાં પણ આવ્યા છે અને સિંહો પર રાત્રીના સમયે લાઈટો કરી તેની પજવણી કરવામાં આવી હોવાના આક્ષેપો થતા વનમંત્રીની મુલાકાતને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. પ્રોજેક્ટ લાયનને લઇ કેન્દ્રીય વનમંત્રી તારીખ 23 અને 24 દિવસ સાસણની મુલાકાતે આવ્યા હતા. તા.23 રાત્રિના 8 વાગ્યા આસપાસ કમલેશ્વર ડેમ વિસ્તાર સિંહ દર્શન કરવા ગયા હતા. તે અંગેનો વીડિયો જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં મંત્રીના કાફલામાં વીડિયો મુજબ સિંહો ઉપર લાઈટો કરી ફોટોગ્રાફી કરવામાં આવે છે.

આ અંગે એશિયાટિક લાયનનું નામની સંસ્થાના સંસ્થાપક મયંક ભટ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંત્રીના કાફલાએ ફ્લેશ લાઈટ કરી છે એની પજવણી કરી છે. વનવિભાગ દ્વારા કેન્દ્રીય વનમંત્રી પાસે સારા થવા સિંહોને પણ લોકેટ કરીને રાખવામાં આવ્યા હતા. ઉપરાંત નિવૃત્ત એડિશનલ જજ દ્વારા સવાલો કરવામાં આવ્યા છે કે તેમને પણ રાત્રીના સમયે અભ્યારણ્યમાં જવું હોય તો મંજૂરીની જરૂર પડે છે તે મંજૂરી આપવામાં આવી છે કે કેમ પણ એક સવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp