એક ચાર્જમાં 300 કિમી ભાગશે, અલ્ટ્રાવાયોલેટ F77 લોન્ચ, જાણી લો કિંમત

PC: ultraviolette.com

ભારતીય ઓટો સેક્ટર ઝડપથી ઇલેક્ટ્રિફાઇડ થઈ રહ્યું છે, ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટ-અપ અલ્ટ્રાવાયોલેટ ઓટોમોટિવ પ્રાઇવેટ લિમિટેડ સ્થાનિક બજારમાં તેની પહેલી ઇલેક્ટ્રિક સ્પોર્ટ બાઇક અલ્ટ્રાવાયોલેટ F77 લોન્ચ કરશે. કંપનીએ 23 ઓક્ટોબરે જ આ બાઇકનું પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું અને કંપની તેને તબક્કાવાર ડિલિવરી કરશે. પ્રથમ બેચ બેંગ્લુરુમાં પહોંચાડવામાં આવી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, નવું અલ્ટ્રાવાયોલેટ F77 એક જ ચાર્જમાં 307 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ સંદર્ભમાં તે દેશની સૌથી વધુ ડ્રાઇવિંગ રેન્જની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ હશે. બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટ-અપ દ્વારા લોન્ચ કરવામાં આવનાર આ પહેલી બાઇક હશે. કંપનીએ ગયા મહિને તેનું પ્રદર્શન કર્યું હતું અને આ દરમિયાન બાઇકને લગતી કેટલીક ચોક્કસ વિગતો બહાર આવી શકે છે. નવી બાઇકને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપવામાં આવી છે આ બાઇકમાં કંપની 10.7kWh કેપેસિટીનું બેટરી પેક આપવામાં આવેલું છે. અને તેની ડ્રાઇવિંગ રેન્જ 307 કિલોમીટર (IDC) હશે. કિંમત અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ 3 લાખ કરતા વધુ કિંમતે આ બાઇક મળે તેવી શક્યતા છે.

અલ્ટ્રાવાયોલેટે પણ આ બાઇકમાં કેટલાક ફેરફાર કર્યા છે બાઇકના સ્વિંગઆર્મમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય, USD ફોર્કમાંથી F77 દૂર કરીને, પ્રી-લોડેડ મોનોશોક સસ્પેન્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય બાઇકના ફ્રન્ટ સાઇડમાં LED ઇલ્યુમિનેશન અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવા ફીચર્સ પણ અપાય તેવી શક્યતા છે.

અલ્ટ્રાવાયોલેટને પણ તાજેતરમાં મોટું રોકાણ મળ્યું છે, ક્વોકોમ વેન્ચર્સ અને લિંગોટ્ટોએ આ સ્ટાર્ટ-અપમાં મોટી રકમનું રોકાણ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રોકાણનો ઉપયોગ ભારતીય બજારમાં કંપનીની પકડ મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય પ્લાન્સને વધારવા માટે કરવામાં આવશે. Qualcomm Ventures 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમોટિવ, IoT, એન્ટરપ્રાઇઝ અને ક્લાઉડ અને XR/Metaverse પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓમાં રોકાણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp