સૌથી વધુ ડિસ્કાઉન્ટ પર ખરીદો ફોન, Amazon-Flipkart બંને પર સેલ શરૂ, જુઓ બેસ્ટ ડીલ

PC: twitter.com/Flipkart

ભારતની બે સૌથી વધુ પોપ્યુલર શોપિંગ વેબસાઈટ્સ Amazon અને Flipkart બંને પર સેલ શરૂ થઈ ગયો છે. Flipkart પર બિગ સેવિંગ ડેઝ અને Amazon પર પ્રાઈમ ડે 2020 સેલ દરમિયાન ઘણી ડીલ્સ અને ઓફર્સ મળી રહી છે. બંને જ પ્લેટફોર્મ્સ બેસ્ટ સેલિંગ ડિવાઈઝ પર બેસ્ટ ડીલ્સ ઓફર કરી રહી છે. Amazon પર 7 ઓગસ્ટ અને Flipkart પર 10 ઓગસ્ટ સુધી સેલ ચાલશે. આ દરમિયાન ઘણી બેંક ઓફર્સ પણ કાર્ડ પેમેન્ટ્સ પર આપવામાં આવી રહી છે. તમે સેલમાં આ ડિવાઈસીઝ પર ઓફર્સનો ફાયદો ઉઠાવી શકો છો.

Apple iPhone 11

ગત વર્ષે લોન્ચ થયેલા Apple iPhone 11ના 64 GB સ્ટોરેજ મોડલને Amazon Prime Day સેલમાં 59900 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે તેની ઓરિજિનલ પ્રાઈઝ 68300 રૂપિયા છે. જુનો સ્માર્ટફોન એક્સચેન્જ કરવાના બદલામાં તેના પર 13600 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

Apple iPhone XR

સૌથી વધુ પસંદ કરવામાં આવેલા Apple ડિવાઈસીઝમાં સામેલ Apple iPhone XRને Flipkart પરથી 52500 રૂપિયાની ઓરિજિનલ પ્રાઈઝને બદલે 44999 રૂપિયામાં ખરીદી શકાશે. જુના ફોનના બદલામાં તેના પર 13450 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

Apple iPhone SE 2020

Appleના લેટેસ્ટ Apple iPhone SE 2020ને પણ Flipkart સેલમાં 42500 રૂપિયાની ઓરિજિનલ પ્રાઈઝને બદલે 36999 રૂપિયામાં ખરીદી શકાશે. તેના પર પણ 13450 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે અને 40000 રૂપિયા કરતા ઓછી કિંમતમાં આ સારો ઓપ્શન છે.

OnePlus 7T

પ્રીમિયમ ડિવાઈઝ OnePlus 7Tને 39999 રૂપિયાની ઓરિજિનલ પ્રાઈઝને બદલે Amazon સેલમાં 35999 રૂપિયામાં ખરીદી શકાશે. બેંક કાર્ડ ઓફર્સ ઉપરાંત આ ડિવાઈઝ પર 15600 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

OnePlus 7T Pro

OnePlusના આ સ્માર્ટફોનની ઓરિજિનલ પ્રાઈઝ 53999 રૂપિયા છે, પરંતુ તેને હાલ Amazon સેલમાં 43999 રૂપિયામાં ખરીદી શકાશે. કિંમત 8GB રેમ અને 256GB સ્ટોરેજવાળા વેરિયન્ટની છે. ફોન પર 16600 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

Oppo Reno 4 Pro

Amazon સેલમાં Oppo Reno 4 Pro પર કોઈ ફ્લેટ ડિસ્કાઉન્ટ નથી મળી રહ્યું. પરંતુ ફોન ઓર્ડર કરવા પર 3000 કેશ બેક Amazon Payની મદદથી મળશે. આમ, આ ફોન 34990ને બદલે 31990 રૂપિયામાં ખરીદી શકાશે.

Oppo Reno 2

Flipkart પરથી આ ફોન ખરીદવા અને ઓનલાઈન પેમેન્ટ કરવા પર 10000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ રીતે 38990ની ઓરિજિનલ પ્રાઈઝને બદલે આ ફોન 28990 રૂપિયામાં ખરીદી શકાશે.

Redmi K20 Pro (6 GB+ 128GB)

Xiaomiનુો ફ્લેગશિપ કીલર ડિવાઈઝ Amazon પરથી 22999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોનની ઓરિજિનલ પ્રાઈઝ 28999 રૂપિયા છે. સાથે જ સ્માર્ટફોન એક્સચેન્જ કરવા પર 13600 રૂપિયાની ઓફર મળી રહી છે.

Samsung Galaxy S10

Samsungની ફ્લેગશિપ સીરિઝના આ ડિવાઈઝને Amazon સેલમાં 44999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે તેની ઓરિજિનલ પ્રાઈઝ 71000 રૂપિયા છે. સાથે જ જુનો ફોન એક્સચેન્જ કરવા પર 13600 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે.

LG V30+

પાવરફુલ ડિવાઈઝની વાત હોય તો LG V30+ને 60000 રૂપિયાની ઓરિજિનલ પ્રાઈઝને બદલે Flipkart પર ચાલી રહેલા સેલમાં માત્ર 19999 રૂપિયામાં ખરીદી શકાશે. સાથે જ સ્માર્ટફોન પર 13650 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp