1.45 લાખ સુધીની ઓછી કિંમતે Fordએ લોન્ચ કરી આ નવી BS6 SUV, જાણો શું છે ખાસ

PC: india.ford.com

ફોર્ડે BS6 કમ્પ્લાયંટ SUVને લોન્ચ કરી દીધી છે. જેની કિંમત 29.55 લાખ રૂપિયાથી 33.25 લાખ રૂપિયાની વચ્ચે છે. BS4 માપદંડની સરખામણીમાં BS6 મોડલ 1.45 લાખ રૂપિયા સુધી સસ્તુ છે. જોકે, કંપનીએ કહ્યું છે તે આ માત્ર ઈન્ટ્રોડક્ટરી કિંમત છે. જે 30 એપ્રિલ સુધી કરવામાં આવેલી બુકિંગ પર લાગૂ થશે. ત્યાબાદ કંપની આ SUVની કિંમત 1 મેથી 70 હજાર રૂપિયા સુધી વધારી દેશે.

ફોર્ડે BS6 કમ્પ્લાયન્ટવાળી Endeavour લોન્ચ કરી દીધી છે. જેમાં કંપનીએ 2.0 લીટર ઈકોબ્લૂ ડીઝલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 170psના પાવરની સાથે 420Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 10-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. ખાસ વાત એ છે તે Endeavour દેશમાં અવેલેબલ એકમાત્ર એવી કાર છે, જેમાં 10 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે.

માઈલેજઃ

BS6 Endeavour ના 4X2 વર્ઝનમાં 13.90 કિલોમીટર પ્રતિ લીટર અને 4X4 વર્ઝનમાં 12.4 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ મળશે.

ફીચર્સઃ

નવી BS6 કારની હેડલાઈટ ડિઝાઈનમાં ફેરફાર થયા છે. કંપનીએ કારમાં મોબિલિટી અને કનેક્ટિવિટી સોલ્યૂશન ફોર્ડપાસ ફીચર આપ્યું છે. આ સિસ્ટમમાં વ્હીકલને સ્ટાર્ટ, સ્ટોપ અને લોક-અનલોક કરવાના ઉંક્શન મળે છે. સાથે જ તે તમને ફ્યૂલ લેવલ, વ્હીકલ લોકેશન જેવી સુવિધા પણ આપે છે.

આ ઉપરાંત કંપનીએ કારમાં ટેરેન મેનેજમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેની સાથે 8 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનારોમિક સનરૂફ, સેમી ઓટો પેરલલ પાર્ક અસિસ્ટ, પુશ સ્ટાર્ટ બટન, હિલ લોન્ચ અસિસ્ટ અને હિલ ડિસેંટ કન્ટ્રોલ જેવા ફીચર્સ મોજૂદ છે.

દરેક મોડલની કિંમતઃ

Titanium 4X2 AT -  29.55 લાખ રૂપિયા

Titanium+ 4X2 AT - 31.55 લાખ રૂપિયા

Titanium+ 4X4 AT - 33.25 લાખ રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp