Hyundaiની આ કારો પર ઓગસ્ટમાં 60 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

PC: aeplcdn.com

કોરોના વાયરસના પ્રકોપે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ખૂબ પ્રભાવિત કરી છે. જોકે, જુલાઇ મહિનામાં કારોના વેચાણમાં સુધારો જોવા મળ્યો છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે કારોનું વેચાણ પાટા પર આવી રહ્યું છે. તો બીજી તરફ વેચાણને ગતિ આપવા માટે કંપનીઓ આ મહિને પણ ઘણી રીતની ઓફરો આપી રહી છે. Hyundaiની કારો પર ઓગસ્ટમાં 60 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો આ મહિને Hyundaiની કઇ કારો પર કેટલા રૂપિયા સુધીનો ફાયદો તમે મેળવી શકો છો.

Hyundai Santro

કંપનીની આ એન્ટ્રી લેવલની કાર પર આ મહિને 45 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. Hyundai Santroમાં 1.1 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. સાથે જ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સના ઓપ્શન પણ ઉપલબ્ધ છે. Hyundai Santro CNG વેરિઅન્ટમાં પણ આવે છે. આ કારની શરૂઆતી કિંમત 4.57 લાખ રૂપિયા છે.

Hyundai Grand i10

Hyundai Grand i10 પર હ્યૂંડૈ આ મહિને 60 હજાર રૂપિયા સુધીની ઓફર આપી રહી છે. આ કાર 1.2 લીટર પેટ્રોલ અન્જિનની સાથે ઉપલબ્ધ છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. Hyundai Grand i10ની શરૂઆતી કિંમત 5.90 લાખ રૂપિયા છે.

Hyundai Grand i10 NIOS

કંપનીની આ કાર પર ઓગસ્ટમાં 25 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ તમે મેળવી શકો છો. આ કાર 3 એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. જેમાં 1.2 લીટરનું પેટ્રોલ અને ડીઝલ તો 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ છે. ત્રણેય એન્જિનની સાથે મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટેન્ડર્ડ છે. 1.2 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિનની સાથે AMT ગિયરબોક્સનો પણ ઓપ્શન મળે છે. જેની કિંમત 5.07 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Hyundai Elite i20

કંપનીની આ પ્રીમિયમ હેચબેક કાર પર ઓગસ્ટમાં 35 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલમાં Hyundai Elite i20 6.50 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે. જણાવી દઇએ કે કંપની ટૂંક સમયમાં નવી i20 લાવવા જઇ રહી છે. જેને કારણે i20નું મોજૂદ મોડલ માત્ર 1.2 પેટ્રોલ એન્જિન અને સીમિત વેરિઅન્ટમાં જ વેચાઇ રહ્યું છે.

Hyundai Aura

આ સબ કોમ્પેક્ટ સિડાન પર કંપની ઓગસ્ટમાં 20000 રૂપિયા સુધીના બેનિફિટ્સ આપી રહી છે. આ કારમાં 1.2 લીટર પેટ્રોલ, 1.2 લીટર ડીઝલ અને 1 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન ઓપ્શન છે. આ ત્રણેય એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટેન્ડર્ડના છે. 1.2 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિનની સાથે AMT ગિયરબોક્સનો ઓપ્શનનો વિકલ્પ પણ મળે છે. મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ જેવી કારોની ટક્કરમાં આવનારી Hyundai Auraની કિંમત 5.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Hyundai Elantra

કંપનીની આ શાનદાર સિડાન પર ઓગસ્ટમાં 30,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. Hyundai Elantra 1.5 લીટર ડીઝલ અને 1.2 લીટર પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં આવે છે. બંને એન્જિનની સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પ મોજૂદ છે.

જણાવી દઇએ કે, આ મહિને Hyundai કારો પર મળી રહેલી છૂટમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જેવી ઓફરો સામેલ છે. આ ઓફર શહેર, ડીલરશીપ, કારના વેરિઅન્ટ અને કલરના આધારે જુદી જુદી હોઇ શકે છે. જણાવી દઇએ કે, અહીં આપેલી દરેક કારોની કિંમત દિલ્હીના એક્સ શોરૂમની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp