Facebookએ આ વર્ષે કુલ 5.4 બિલિયન એકાઉન્ટ ડીલીટ કરી દીધા, આ હતું કારણ

PC: malware-board.com

ફેસબુકે આ વર્ષે કુલ 5.4 બિલિયન ફેક એકાઉન્ટને ડીલીટ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ખોટી અફવા, માહિતી અને ફોરવર્ડ મેસેજિંગના કારણે આ અકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા હતા. ફેસબુક પર વધતા જતા ફ્રોડ અકાઉન્ટ સામે પગલાં ભરવા માટે એક સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. બુઘવારે ફેસબુકે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે જ્યારે આ ફેક અકાઉન્ટ્સ બન્યા ત્યારે ગણતરીની મિનિટમાં તેને ડીલીટ કરી દેવામાં આવ્યા હતા. આ પ્રકારના અકાઉન્ટના ડિટેક્શન માટે અમે અમારી સિસ્ટમમાં જરુરી સુધારા વધારા કરી રહ્યા છીએ. જે આ પ્રકારના અકઉન્ટને ડિટેક્ટ કરે અને બ્લોક પણ કરી દે.

ડિટેક્શન સિસ્ટમના સહારે અમે દરરોજ ફેક એકાઉન્ટ્સ માટે થતા પ્રયાસોને દૂર કરીએ છે. આ સિસ્ટમ એક એલર્ટ પણ આપે છે. ફેસબુકે ઉમેર્યું કે, આ એવા અકાઉન્ટ્સ છે, જે હકીકતમાં વ્યક્તિ જ નથી એના હોય છે. અથવા વસ્તુઓના નામે પેજ તૈયાર થતા હોય છે. આ માટે ત્રિમાસિક અને દ્વિમાસિક રીપોર્ટના યુઝર્સમાંથી પાંચ ટકા યુઝર્સે આ કામ માટે પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રકારના અકાઉન્ટ લોકો સાથે છેત્તરપિંડી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ફેસબુકે આ પ્રકારના અકાઉન્ટ્સને શોધવા અને તેમની વિરુદ્ધ પગલાં ભરવા માટે સારું એવું રોકાણ કર્યું છે. જ્યાં જે વ્યક્તિ અસ્તિત્વમાં જ નથી એમના નામે એક એકાઉન્ટ ઊભું કરવામાં આવે છે અને ખોટી માહિતીની આપે-લે થાય છે.

અમેરિકી સરકારે પણ આ પ્રકારના અકાઉન્ટના ખરા યુઝર્સ માટેનો રીપોર્ટ માંગ્યો હતો. સરકારે આવા લોકોની માહિતી પણ માંગી હતી. વર્ષના પ્રથમ છ મહિનામાં આ પ્રકારના અકાઉન્ટની ટકાવારી 16 ટકા રહી હતી. આ માટે અમેરિકા, ભારત, બ્રિટન, જર્મની અને ફ્રાંસ જેવા રાષ્ટ્રોએ મોટી સંખ્યામાં અરજીઓ કરી છે. અમેરિકામાંથી કુલ 50,741 અરજીઓ 82,461 અકાઉન્ટ માટે આવી હતી. જેમાંથી અઢી ટકા અકાઉન્ટ પર પગલાં લેવાના શરુ થઈ ચુક્યા છે. ફેસબુકના ડેપ્યુટી જનરલ ચેરિશ સોડરબીએ જણાવ્યું હતું કે, કોઈપણ સરકાર પાસેથી આવતી દરેક અરજીની પૂરતી તપાસ થાય છે. આ ઉપરાંત જે-તે અકાઉન્ટ સંબંધિત ડેટાની પણ પૂરતી તપાસ થાય છે કે, તે યોગ્ય છે કે નહીં. જો ફેક હોય તો એ લીંક બ્લોક કરી દેવાય છે. આ માટે વિશ્વની કઈ સરકાર અરજી કરે છે એ જરુરી નથી હોતું. કોઈ પણ સરકારી અરજીની પૂરતી તકેદારી રાખવામાં આવે છે.

આ વખતે પ્રથમ વખત રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, ફોટો અને વીડિયો બેઝ સોશિયલ નેટવર્ક ઈન્સ્ટાગ્રામને આ સ્કેનમાં સમાવી લેવાયું છે. ફેસબુકે આતંકવાદ, તિરસ્કાર, આત્મહત્યા, ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ, નશીલી દવાઓ અને અફવાઓ પર કડક કાર્યવાહી કરવા માટે પગલાં ભર્યા છે. આ પ્રોસેસ હજુ આગળના સમયમાં પણ યથાવત રહેશે. ફેસબુકે કહ્યું કે, બની શકે છે ટેકનોલોજી ક્યારેય પર્ફેક્ટ ન હોઈ શકે પણ વ્યક્તિથી થતી એક ભૂલ ગેરમાર્ગે દોરી શકે. એ હજું યથાવત રહ્યું છે. તેથી એક ચોક્કસતા લાવવા માટે અમે એક સિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ. જે આ પ્રકારના પેજ અને અકાઉન્ટ સંબંધિત ઈન્ડિકેશન આપી શકે. પોલીસીઓને તોડતી સંદર્ભ-સામગ્રી અને ઉશ્કેરણીજનક પોસ્ટ પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.

ફેસબુકે કહ્યું કે, અમે 11.6 મિલિયન પોસ્ટ કન્ટેન્ટ દૂર કર્યા છે, જે ચાઈલ્ડ પોર્નને પ્રમોટ કરતા અથવા ચાઈલ્ડ પોર્ન અંગે પોસ્ટ કરતા હતા. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં આ મુદ્દે સ્કેનિંગ કરાયું હતું. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પરથી એ 754,000 સંદર્ભ દૂર કરવામાં આવ્યા હતા જેના પર વૈશ્વિક ધોરણે પ્રતિબંધ છે. આ સિવાય ડ્રગ્સ, સેક્સ, ખોટી જાહેરાત અને ભડકાઉ સ્પીચને સમગ્ર સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી હતી. એક પરિષદને સંબોધતા માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, કોઈપણ પ્લેટફોર્મ જે અમારા છે એના પરથી ન જોઈતી સામગ્રીને દૂર કરી દેવામાં આવી છે. આ જ વસ્તુ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp