FAU-G ગેમ ટ્રેલરમાં જોવા મળી ગલવાન ઘાટીમાં ચીન સાથેની ઝડપ, જુઓ Video

PC: talkshubh.com

PUBG મોબાઈલને ભારતમાં બેન કર્યા પછી તરત જ બોલિવુડના અભિનેતા અક્ષય કુમારે FAU-G  મોબાઈલ ગેમનું પોસ્ટર રીલિઝ કર્યું હતું. હાલમાં FAU-G નો ટીઝર વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. આ ગેમને બેંગ્લોર સ્થિત nCore ગેમિંગ કંપનીએ બનાવી છે. આ મોબાઈલ ગેમના પોસ્ટરને લઈને મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા કારણ કે પોસ્ટર સ્ટોક ઈમેજ હતી.

હાલમાં FAU-G ગેમનું એક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય સૈનિક જેવા મળશે. આ ટ્રેલરમાં ભારત-ચીન બોર્ડર વચ્ચેના ટેન્શનને પણ બતાવવામાં આવ્યું છે. જે રીતે છેલ્લા કેટલાંક મહિનાઓથી ભારત અને ચીની સૈનિકો વચ્ચે સરહદ પર બોલાચાલી થઈ છે તેને પણ આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. આ આખા ટ્રેલરમાં કશે પણ બંદૂકનો ઉપયોગ થતો હોવાનું બતાવવામાં આવ્યું નથી અને માત્ર એક બીજા સાથે કોઈ બંદૂક વગર ફાઈટ કરતા બતાવવામાં આવ્યા છે. FAU-G  ગેમ nCore અને અક્ષય કુમારની પાર્ટનરશીપ સાથે લોન્ચ કરવામાં આવી છે.

આ ટ્રેલરનો વીડિયો 1 મિનીટનો છે અને તેમાં FAU-G  ગેમ પ્લેનો ફર્સ્ટ લૂક બતાવવામાં આવ્યો છે. ભારત અને ચીનમાં બોર્ડર ટેન્શન ચાલી રહી છે અને આ ગેમમાં તે બતાવવા માટે ગલવાન વેલીને પણ બતાવવામાં આવી છે. nCore ગેમિંગના કહેવા પ્રમાણે, આ ગેમને નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ ટ્રેલર વીડિયોમાં મિલીટરી કેરેકટર્સ અને આપણા દેશના ત્રિરંગાને બતાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં ભારત ચીનની બોર્ડર અને ફાઈલ બતાવવામાં આવી છે.

આ ટ્રેલરમાં ગેમના મિશન અને લેવલ અંગે કંઈ ક્લિયર કહેવામાં આવ્યું નથી. આ કંપની માત્ર મોબાઈલ માટે ગેમ લાવશે કે કોમ્પ્યુટર માટે તે હજુ કંઈ નક્કી નથી. અક્ષય કુમારે આ વીડિયો દશેરાના દિવસે પોસ્ટ કર્યો છે. તેણે લખ્યું છે કે આજે આપણે બુરાઈ સામે અચ્છાઈની જીત સેલિબ્રેટ કરીએ અને FAU-G  સેલિબ્રેટ કરવાનો આના કરતા વધુ સારી તક કંઈ હોઈ શકે. તમને જણાવી દઈએ કે FAU-G નું આખુ નામ Fearless and United Guards છે. નેટીજન્સ આ નામને PUBGની કોપી કહી રહ્યા છે. ભારત સરકાર દ્વારા OUBG સહિત 60થી વધુ મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં PUBG ગેમ રમનારાઓની સંખ્યાંનો આંકડો ઘણો મોટો હતો. હવે જોવું રહ્યું કે લોકો PUBGની રિપ્લેસમાં આ ગેમને કેટલી પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp