નવા અવતારમાં આવી રહી છે Hondaની આ કાર,માત્ર 45 લોકો ખરીદી શકશે

PC: Twitter.com

Honda CR-V Special Edition ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. કંપની તેને એક લિમીટેડ એડિશન મોડેલ તરીકે લોન્ચ કરશે. આ કારની શરૂઆતની કિંમત 29.50 લાખ રૂપિયા હશે, જે હાલની CR-V મોડલથી 1.23 લાખ રૂપિયા મોંઘી છે. આ કારનું આ સ્પેશિયલ એડિશન મોડેલ CR-Vના ગ્લોબલ ફેસિલફ્ટ મોડલ પર આધારિત હશે.

Hondaએ ગયા વર્ષે ઈન્ટરનેશનલ માર્કેટમાં આ કારનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું. કારના ફેસલિફ્ટ વર્ઝનમાં ઘણા કોસ્મેટિક બદલાવો કરવામાં આવ્યા છે. પરંતુ ફેસલિફ્ટ વર્ઝનમાં કંપનીએ કોઈ મિકેનીકલ બદલાવ કર્યા નથી. CR-V ફેસલિફ્ટમાં કંપનીએ વધારે અગ્રેસિવ ફ્રન્ટ બમ્પરનો ઉપયોગ કર્યો છે. કારના રિયર બમ્પરને પણ રિવાઈઝ કર્યું છે. કારના કેબિનમાં થોડાક સામાન્ય કોસ્મેટિક બદલાવ કરવામાં આવ્યા છે.

ભારતમાં આ કારના ફેસલિફ્ટ વર્ઝનને સ્પેશિય એડિશન તરીકે લોન્ચ કરવામાં આવશે. કારમાં 2.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 115 hp પાવર અને 189nmનો ટોર્ક જનરેટ કરે છે. કારમાં CVT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

આ કાર ડીઝલ એન્જિન અને 4 વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવની સાથે આવતી હતી પરંતુ BS6 ટ્રાન્ઝિશન પછી આ વેરિયન્ટ્સને લાઈન અપમાંથી હટાવી લેવામાં આવ્યા છે. કારના સ્પેશિયલ એડિશનાં હેન્ડ્સ ફ્રી ટેલગેટ, પાવર્ડ ફ્રન્ટ પેસેન્જર સીટ, એક્ટિવ કોર્નરીંગ LED હેડલેમ્પ્સ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ઓટો ફોલ્ડ મિરર્સ જેવા પ્રિમીયમ ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ કારના લિમીટેડ યુનિટ્સ જ ભારતમાં વેચાણ માટે આવશે. જાણકારી પ્રમાણે કંપની આ કારના માત્ર 45 જેટલા યુનિટ્સ જ ભારતમાં સેલ માટે ઉપલબ્ધ કરાવશે. આ કારનું પ્રિ-બુકિંગ કંપનીએ શરૂ કરી દીધું છે. ફેસ્ટીવ સિઝન દરમિયાન દરેક ઓટોમોબાઈલ કંપનીઓ તેમની નવી પ્રોડક્ટની સ્પેશિયલ એડિશન લોન્ચ કરે છે અથવા તો તેમની પ્રોડક્ટ્સ પર ડિસકાઉન્ટ આપતી હોય છે. ફેસ્ટીવ સિઝન દરમિયાન નવી કાર અથવા પ્રોડક્ટને લોન્ચ કરવાથી કંપનીને ગ્રાહકોનો ફાયદો મળી રહે છે. Hondaની અન્ય કારો પર પણ ફેસ્ટીવ સિઝન દરમિયાન ભારે માત્રામાં ડિસકાઉન્ટ મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp