ભારતનો પહેલો 5G સ્માર્ટફોન Realme X50 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

PC: telecomtalk.info

ચીનની કંપની રિયલમીએ ભારતીય બજારમાં પહેલો 5G સ્માર્ટફોન Realme X50 Pro લોન્ચ કરી દીધો છે. ફોનની ખાસ વાત એ છે કે, તેમાં 5G કનેક્ટિવિટીની સાથે સૌથી પાવરફુલ ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર 865 મળશે. આ સ્માર્ટફોમ રેમ અને સ્ટોરેજના હિસાબે 3 મોડલમાં અવેલેબલ રહેશે. જેને તમે કંપનીની વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છે.

આ સ્માર્ટફોનને કંપનીએ બે કલરમાં લોન્ચ કર્યો છે. મોસ ગ્રીન અને રસ્ટ રેડ.

ફીચર્સઃ

આ સ્માર્ટફોનમાં 3D AG ગ્લાસ આપવામાં આવ્યાં છે. ફોનમાં વાઈફાઈ 6 ટેક્નોલોજી આપવામાં આવી છે, જે 5G કરતાં 40% ઝડપી ડાઉનલોડ સ્પીડ ધરાવે છે. ફોનમાં હાઈ એફિસિયન્સી VC કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોન 35 મિનિટમાં ફુલ ચાર્જ થાય છે. 3 મિનિટનાં ચાર્જિંગ પર ફોન 100 મિનિટ મૂવી, 4 કલાક કોલિંગ અને 40 સોન્ગ પ્લેનું બેકઅપ આપે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.27 સેકન્ડમાં ફોન અનલોક કરે છે. ફોનમાં 42000mAhની બેટરી આપવામાં આવી છે.

કેમેરોઃ

આ સ્માર્ટફોનમાં ટોટલ 6 કેમેરા મળશે. જેમાં 4 રિયર કેમેરા છે. 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 12 મેગાપિક્સલનો ટેલીફોટો સેંસર, 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર છે. સેલ્ફી માટે બંને પંચ હોલ કેમેરા મળશે. જેમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો અને 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોન UI બેઝ્ડ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. જેમાં ડ્યુઅલ મ્યૂઝિક મોડ મળશે. જેની મદદથી તમે એક સાથે વાયર્ડ હેડફોન અને બ્લૂટૂથ હેડફોન પર ગીતો સાંભળી શકશો. આ સ્માર્ટફોનની ડિસ્પ્લે સાઈઝ 6.44 ઇંચની છે.

વેરિઅન્ટ અને કિંમતઃ

12GB + 256GB: 44,999 રૂપિયા

8GB + 128GB: 39,999 રૂપિયા

6GB + 128GB: 37,999 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp