Jeep Compass ડીઝલ-ઓટોમેટિક ભારતમાં લોન્ચ, આ છે કિંમત

PC: shifting-gears.com

Jeepએ ભારતીય બજારમાં Compass SUVનું ડિઝલ ઓટોમેટિક મોડલ લોન્ચ કરી દીધું છે. આ કાર બે મોડલ Longitude અને Limited Plusમાં ઉપલબ્ધ છે. ડીઝલ એટોમેટિક કારની બુકિંગ ચાલુ છે અને તેની ડિલીવરી પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

Jeep Compass ડીઝલ ઓટોમેટિકના Longitude મોડલની કિંમત તેના મેન્યુઅલ મોડલથી લગભગ 4 લાખ રૂપિયા વધારે છે. જેમાં BS6 એન્જિન, વધારે ફીચર, 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને 4-વીલ ડ્રાઈવર સિસ્ટમ છે. તો Limited Plus ડીઝલ ઓટોમેટિકની કિંમત તેના મેન્યુઅલ મોડલની સરખામણીમાં લગભગ 1.9 લાખ રૂપિયા વધારે છે.

કિંમતઃ

Jeep Compassના બે મોડલ Longitude અને Limited Plus છે. જેની કિંમત ક્રમશઃ 21.96 લાખ રૂપિયા અને 24.99 લાખ રૂપિયા છે.

પાવરઃ

Jeep Compassના બંને નવા ડીઝલ ઓટોમેટિક મોડલમાં BS6 માપદંડનિં 2 લીટર ડીઝલ એન્જિન છે. જે 173hp પાવર જનરેટ કરે છે. આ એન્જિન 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશનથી સજ્જ છે.

ફીચર્સઃ

Compass Longitude મોડલમાં 17-ઈંચ અલૉય વ્હીલ, ABS, ESC, ટ્રેક્શન કન્ટ્રોલ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ અને દરેક 4 વ્હીલમાં ડિસ્ટ બ્રેક જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ છે.

Limited Plus મોડલમાં તમને સનરૂફ, ઓટો હેડલેમ્પ, રેન સેન્સિંગ વાઈપર્સ, 6 એરબેગ્સ અને 18 ઈંચના અલૉય સ્ટાન્ડર્ડ વ્હીલ્સ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp