જુઓ Kia QYI સબ-કોમ્પેક્ટ SUV કારની લીક તસવીરો, બ્રેઝા અને વેન્યૂને આપશે ટક્કર

PC: ndtvimg.com

Kia Motors ભારતીય બજારમાં સબ-કોમ્પેક્ટ SUV કાર લાવવાની તૈયારીમાં છે. આ નવી કાર મારુતિ બ્રેઝા અને હ્યૂંદૈ વેન્યૂ જેવી કારોને ટક્કર આપશે. Kia QYI કોડનામ વાળી આ SUVને હાલમાં જ Kiaના ઘરેલૂ બજાર એટલે કે સાઉથ કોરિયામાં ટેસ્ટિંગ સમયે જોવામાં આવી હતી. જેની તસવીરો ઓનલાઈન લીક થઈ ગઈ છે. Kia Motorsની આ SUV ભારતમાં આવતા વર્ષે લોન્ચ થશે.

સાઈઝની વાત કરીએ તો Kiaની આ નવી કાર સેલ્ટૉસનું નાનુ વર્ઝન લાગી રહી છે. રિપોર્ટ અનુસાર, નવી સબ કોમ્પેક્ટ SUV હ્યૂંદૈ વેન્યૂથી જરા નાની હોઈ શકે છે. ટેસ્ટિંગ કરવામાં આવી રહેલા મોડલમાં સ્ટીલ વ્હિલ્સ અને સિલ્વર રૂફ રેલ્સ અને આઉટ સાઈડ રિયર વ્યૂ મિરર છે.

લીક તસવીરોને આધારે લાગી રહ્યું છે કે, કારમાં સ્લીક હેડલેમ્પ, LED ડેટાઈમ રનિંગ લાઈટ્સ અને ટેલલેમ્પ મળશે. તેના સિવાય Kia સિગ્નેચર ટાઈગર નોજ ગ્રિલ, ડ્યૂઅલ ટોન રૂફ અને કસ્ટમાઈઝેશન ઓપ્શન પણ મળી શકે છે.

પાવરઃ

આ કારમાં 1.0 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 1.5 લીટરનું ડીઝલ એન્જિન મળી શકે છે. બંને એન્જિનોની સાથે મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનના ઓપ્શન મળી શકે છે.

કેબિનઃ

આ કારનું કેબિન વધારે પ્રીમિયમ હોવાની આશા છે. જેમાં પાછળની સીટમાં વચ્ચે બેસનારા પેસેન્જર માટે પણ એજસ્ટેબલ હેડરેસ્ટ અને UVO કનેક્ટિવિટી ઓપ્શન સહિત લેટેસ્ટ સેફ્ટી અને કમ્ફર્ટ ફિચર મળશે.

લોન્ચિંગઃ

Kia Motorsની આ સબ-કોમ્પેક્ટ SUV કારના કોન્સેપ્ટ મોડલને ઓટો એક્સપો 2020માં રજૂ કરવાની આશા છે. તેની બજારમાં લોન્ચિંગ વર્ષ 2020ના બીજા ક્વાર્ટરમાં તહેવારોની આસપાસ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp