26th January selfie contest

માનવીમાં ભૂંડની કિડનીનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ, લોકો હેરાન

PC: reuters.com

અમેરિકામાં દુનિયામાં પહેલીવાર ભૂંડની કિડનીને માનવીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આ કારનામો ન્યૂયોર્ક શહેરના NYU લેંગોન હેલ્થ મેડિકલ સેન્ટરના સર્જનોએ કર્યો છે. મોટી વાત એ છે કે ભૂંડની કિડની માનવીના શરીરમાં સફળતાપૂર્વક કામ પણ કરી રહી છે. અંગની અછતને દૂર કરવા માટે ભૂંડની ઉપર ઘણાં સમયથી રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું.

ભૂંડની કોશિકાઓમાં હાજર શુગરની સમસ્યા પણ ખતમ થઇ

ભૂંડની કોશિકાઓમાં મોજૂદ એક શુગર માનવીના શરીરને સ્વીકારતું નથી. આ કારણે પહેલાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા હતા. માટે આ વખતે ડૉક્ટરોએ સ્પેશિયલ મોડિફાઇડ જીનવાળા ભૂંડનો ઉપયોગ કર્યો. જેમાં ભૂંડના સેલમાં મોજૂદ એ શુગરને ખતમ કરવા અને ઈમ્યુન સિસ્ટમના હુમલાથી બચવા માટે અમુક જેનેટિક ફેરફાર કરવામાં આવ્યા હતા.

બ્રેન ડેડ દર્દી પર ટેસ્ટ કરવામાં આવ્યું

સર્જનોએ ખુલાસો કર્યો છે કે આ કિડનીને જે દર્દીમાં લગાવવામાં આવી છે તે એક બ્રેન ડેડ રોગી હતો. તેની કિડની લગભગ ખરાબ થઇ ચૂકી હતી. દર્દીને લાઇવ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવવા માટે તેના પરિવારની પહેલા પરવાનગી લેવામાં આવી હતી. ટીમે ભૂંડની કિડનીને બેથી ત્રણ દિવસો સુધી નજર સામે દર્દીના શરીરની બહાર એક ધમની સાથે જોડી રાખી. જેથી તેને લોહી અને ઓક્સિજન મળતું રહે.

હેરાનીની વાત એ છે કે કિડનીએ કોઇપણ રિજેક્શન વિના કચરો છાની લીધો અને પેશાબનું પ્રોડક્શન કર્યું. આ ટ્રાન્સપ્લાન્ટના હેડ સર્જન ડૉ. રોબર્ટ મોંટગોમરીએ કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટેડ કિડનીના ફંક્શનિંગથી જોડાયેલ દરેક ટેસ્ટના રિઝલ્ટ્સ સામાન્ય લાગી રહ્યા હતા. ભૂંડની કિડનીએ માનવીના શરીરમાં પેશાબની એટલી જ માત્રા બનાવી જેટલી માનવીય કિડની બનાવે છે. એવામાં શરીરે તેના અસ્વીકાર કરવાના કોઇ સંકેત મળ્યા નહીં.

ડૉક્ટરે કહ્યું કે, દર્દીના શરીરમાં ક્રિએટિનિનનું સ્તર પહેલા અસામાન્ય હતું. સામાન્ય રીતે જ્યારે કોઇ દર્દીની કિડની યોગ્ય રીતે કામ કરતી નથી તો તેના ક્રિએટિનિનું સ્તર ઓછું કે વધારે થઇ જાય છે. પણ આ કિડની લાગ્યા પછી તે દર્દીના શરીરમાં ક્રિએટિનિનનું સ્તર ફરી સામાન્ય થઇ ગયું. આ જેનેટિકલી મોડિફાઇડ ભૂંડને યૂનાઇટેડ થેરેપ્યૂટિક્સ કોર્પના રિવિવિકોર યૂનિટમાં વિકસિત કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp