આ છે દુનિયાનું પહેલું લક્ઝરી ઈલેક્ટ્રીક હાઈપરસ્કૂટર, જાણો તેની કિંમત અને ફીચર્સ

PC: designboom.com

લંડનની એક કંપની ડી-ફ્લાયે દુનિયાનું સૌથી પહેલું લક્ઝરી અને હાઈ પરફોર્મન્સ હાઈપરસ્કૂટર ડ્રેગનફ્લાય રજૂ કર્યું છે. આ સ્કૂટરની ફ્રેમને હળવી અને મજબૂત ફાયબરની બનાવવામાં આવી છે. તેને મજબૂતી આપવા માટે તેમાં એરોપ્લેન ગ્રેડના એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, તેનું નિયંત્રણ સિસ્ટમ F-1 રેસિંગ કારથી પ્રેરિત છે. કંપનીનું કહેવું છે કે, આ લિમિટેડ એડિશન સ્કૂટર પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે. તેને 2020માં વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે.

આ સ્કૂટરમાં ઓટોમોટિવ ગ્રેડનું LED હેડલેમ્પ અને ટર્ન સિગ્નલ્સ લગાવવામાં આવ્યા છે. ડ્રેગનફ્લાયમાં ચાલકની સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અસાધારણ ગુણવત્તાવાળા આ સ્કૂટરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેસિંગ કારથી પ્રેરિત આ સ્કૂટરનું નિયંત્રણ સિસ્ટમ સંપૂર્ણરીતે આધુનિક ટેકનોલોજીથી લેસ છે.

તેમાં રોટેટરી થ્રોટલ આપવામાં આવ્યું છે, જેની મદદથી ચાલક તેમાં એક હાથથી જ એક્સીલેરેશન અને બ્રેક બંને દબાવી શકશે. તેમાં લગાવાવમાં આવેલી આધુનિક સસ્પેન્શન સિસ્ટમ દરેક પ્રકારના રસ્તાઓ પર સરળતાથી ચાલવામાં મદદ કરશે. સ્કૂટરમાં ચાર વ્હિલ્સ અને બે મોટર છે. મોટર દરેક વ્હિલને 1800 વોટની તાકાત પહોંચાડે છે, જેની મદદથી તે 60 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડે છે. તેમાં રિચાર્જેબલ બેટરી છે, જે એકવારના ફુલ ચાર્જમાં 45 કિમી સુધી ચાલે છે.

તેમાં 4.5 ઈંચની અલ્ટ્રા એચડી ડિસ્પ્લે લગાવવામાં આવી છે, જેના પર ઘણા પ્રકારની એપ ચલાવી શકાય છે. તેમાં હાઈ-ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેને બ્લૂટૂથની મદદથી સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. ડિસ્પ્લે પર GPSની સુવિધા પણ છે. તેની કિંમત 3 લાખ 56 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp