અપડેટેડ ફીચર્સ સાથે મારુતિએ 29 હજાર સસ્તી કિંમતે લોન્ચ કરી આ નવી કોમ્પેક્ટ SUV

PC: tosshub.com

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની કોમ્પેક્ટ SUV ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ કારને આ મહિને જ 6 તારીખે ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. કંપનીએ આ કારને પહેલા કરતા સારી બનાવી છે.

Maruti Suzukiએ તેની કોમ્પેક્ટ SUV Vitara Brezzaને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કારનું ડીઝલ મોડલ એપ્રિલ 2020થી BS6 માપદંદ લાગૂ થયા બાદથી બંધ થઈ જશે. મારુતિની અન્ય કારો પણ આગળ ચાલીને માત્ર પેટ્રોલ મોડલમાં ઉપલબ્ધ રહેશે. એટલે કે 1 એપ્રિલ પછી કંપની માત્ર પેટ્રોલ એન્જિનવાળી નવી Maruti Suzuki Vitara Brezza વેચશે.

મારુતિની આ કાર ખૂબ ઓછા સમયમાં લોકોની પસંદ બની ગઈ છે. હાલમાં કંપની આ કારના 12000 યૂનિટ્સ જ દર મહિને વેચી રહી છે. ભારતમાં આ કારની ટક્કર ટાટા નેક્સન, વેન્યૂ, મહિન્દ્રાની XUV 300 અને ફોર્ડ ઈકોસ્પોર્ટની સાથે થશે.

લુકઃ

ફેરફારની વાત કરીએ તો નવી બ્રેઝામાં નવી ફ્રંટ ગ્રિલ અને ઈંટીગ્રેટેડ LED ડીઆરએલ અને હેડલેમ્પ આપ્યા છે. બંપરનો લુક પણ બદલી દેવામાં આવ્યો છે. સાતે જ તેમાં નવા ફોગ લેમ્પ આપ્યા છે. નવી બ્રેઝામાં 16 ઈંચ ડ્યૂઅલ ટોન ડાયમંડ કટ અલૉય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.

એન્જિનઃ

Maruti Suzukiની નવી Vitara Brezzaને BS6 કમ્પ્લાયંટ 1.5 લીટર પેટ્રોલ એન્જિનની સાથે લોન્ચ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં આ કાર 1.3 લીટર ડીઝલ એન્જિનમાં આવતી હતી. ફેસલિફ્ટ મોડલમાં ડીઝલ એન્જિન મળશે નહી. કારણ કે કંપની એપ્રિલ 2020થી ડીઝલ એન્જિનવાળી કારો બનાવવાનું બંધ કરી રહી છે.

પાવરઃ

બ્રેઝા ફેસલિફ્ટનું એન્જિન મારુતિ સિયાઝથી લેવામાં આવ્યું છે. જે 1.5 લીટર K15B પેટ્રોલ એન્જિન 103 bhp નો પાવર અને 138 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન પણ મોજૂદ છે.

ફીચર્સઃ

નવી બ્રેઝાના કેબિનમાં નવું 7 ઈંચનું સ્માર્ટપ્લે સ્ટૂડિયો ઈંફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. જે હવે લાઈવ ટ્રાફિક અપડેટ, વોઈસ રેક્ગ્નિશન, વ્હીકલ અલર્ટ અને ક્યૂરેડેટ ઓનલાઈન કોન્ટેંટની સાથે આવે છે.

કિંમતઃ

જો કિંમતની વાત કરીએ તો કંપનીએ ગ્રાહકોનું ધ્યાન રાખ્યું છે. જૂના ફેસલિફ્ટ મોડલની સરખામણીમાં નવી બ્રેઝા ફેસલિફ્ટની શરૂઆતની કિંમત 29 હજાર રૂપિયા ઓછી રાખવામાં આવી છે. તો ટોપ મોડલની કિંમત લગભગ 80 હજાર રૂપિયા વધારે છે. નવી બ્રેઝાની શરૂઆતની કિંમત 7.34 લાખ રૂપિયા છે. અને ટોપ મોડલની કિંમત 11.40 લાક રૂપિયા સુધીની છે.

2020 Vitara Brezza Lxi MT - 7.34 લાખ રૂપિયા

2020 Vitara Brezza Vxi MT - 8.35 લાખ રૂપિયા

2020 Vitara Brezza Zxi MT - 9.10 લાખ રૂપિયા

2020 Vitara Brezza Zxi+ MT - 9.75 લાખ રૂપિયા

2020 Vitara Brezza Zxi+ Dual Tone MT - 9.98 લાખ રૂપિયા

2020 Vitara Brezza Vxi AT - 9.75 લાખ રૂપિયા

2020 Vitara Brezza Zxi AT - 10.50 લાખ રૂપિયા

2020 Vitara Brezza Zxi+ AT - 11.15 લાખ રૂપિયા

2020 Vitara Brezza Zxi+ Dual Tone AT - 11.40 લાખ રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp