Mercedesની આ કાર મળશે 20 લાખ રૂપિયા સુધી સસ્તી, કંપનીએ કરી જાહેરાત

PC: thehindubusinessline.com

દેશમાં લગ્ઝરી કારોના શોખીન લોકો માટે એક સારા સમાચાર છે. લગ્ઝરી કારોની બ્રાન્ડ મર્સિડીઝ બેન્ઝે પોતાની AMG સીરીઝની કારોને ભારતમાં જ નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. તેનો ફાયદો એ રહેશે કે આ કારોની કિંમતમાં 15-20 લાખ રૂપિયાનો ઘટાડો આવી જશે. કંપની ગુજરાતના ચાકન સ્થિત પ્લાન્ટમાં આ કારોનું નિર્માણ કરશે. હાલમાં આ પ્લાન્ટમાં એસયૂવી અને સિડાન કારોનું નિર્માણ થઇ રહ્યું છે.

Mercedesની AMG ક્લાસની ભારતમાં બનનારી પહેલા કાર GLC 43 રહેશે. Mercedesની એએમજી સીરીઝની હાલમાં બજારમાં 8 કારો ઉપલબ્ધ છે. જેને અત્યાર સુધી ભારતમાં આયાત કરવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે, Mercedesવી એએમજી ક્લાસની જીએલસી 43 કાર ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે અને આ કારની ભારતમાં મોટા ગ્રાહક બેઝ બનવાની સંભાવના છે.

AMG સીરીઝમાં AMG 43, 53, 63 અને GT સીરીઝની કારોનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીએ કહ્યું છે કે AMG GLC 43 કૂપે મોડલ ભારતમાં ખૂબ પોપ્યુલર છે અને આ કાર એક મોટું ગ્રાહક બેસ બની શકે છે. જર્મનીની લગ્ઝરી કાર વિનિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝ ભારતમાં વાહન શ્રૃંખલા એએમજીની સ્થાનીય સ્તરે એસેમ્બલી શરૂ કરશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ચાકન સ્થિત ઉત્પાદન સંયંત્રમાં તૈયાર થનારી પહેલી કાર એએમજી જીએલસી 43 મેટિક કૂપે રહેશે.

મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ માર્ટિન શ્વેંકે કહ્યું કે, ભારતમાં સ્થાનીય રીતે એએમજીનું ઉત્પાદન કરવાનો નિર્ણય ભારતીય બજારમાં પ્રતિ મર્સિડીઝ બેન્ઝની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. તેમણે કહ્યું કે, કંપની ઈચ્છે છે કે એએમજી કાર સરળતાથી ઉપલબ્ધ રહે.

જણાવી દઇએ કે, Mercedesની એએમજી ક્લાસ સીરીઝની કારોના વેચાણમાં વર્ષ 2019માં 54 ટકાનો વધારો થયો છે. હાલમાં આ કારના આયાતિત મોડલની ભારતમાં કિંમત એક કરોડ રૂપિયા છે. જ્યારે તેનું નિર્માણ ભારતમાં જ થશે તો તેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા સુધીની આવી શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં દેશના ઘરેલૂ વાહનોમાં જરા વૃદ્ધિ જોવા મળી. ઈન્ડસ્ટ્રી ડેટા અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બરમાં 2019ના આ સમયની તુલનામાં ઘરેલૂ બજારમાં 26.5 ટકા વધારે વાહનોનું વેચાણ થયું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં કુલ 272027 યાત્રી વાહન વેચવામાં આવ્યા છે. જ્યારે ગયા વર્ષે આ સમયમાં 215124 વાહનો વેચવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp