MG મોટર્સની Maxus D90 SUV આપી શકે છે Endeavour અને Fortunerને ટક્કર, જાણો કિંમત

PC: carblogindia.com

MG મોટરે ભારતમાં તેની ભાવિ કારની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. આ કાર છે Maxus D90, જે SUV બેઝ્ડ છે. આ કાર વર્ષ 2020ના અંતમાં ભારતીય બજારમાં ઉતરશે. મોટર્સની Maxus D90 પર MG મોટર ઈન્ડિયાની પેરેન્ટ કંપની SAICનો માલિકી હક છે. Maxus D90 એક મોટી SUV છે જેમાં થ્રી રો સીટિંગ છે.

ભારતીય બજારમાં Maxus D90 SUV લોન્ચ થશે તો તેની સીધી ટક્કર ફોર્ડ એંડેવર, ટોયોટા ફોર્ચ્યૂનર, સ્કોડા કોડિયાક જેવી કારો સાથે થશે. જોકે, આ નવું મોડલ ભારતીય બજારમાં નવા નેમપ્લેટની સાથે આવી શકે છે. પણ તેની ડિઝાઈન અને ઈન્ટીરિયર ચાઈનીઝ મોડલ જેવું જ રહેશે.

Maxus D90 SUV લાઈટ ટ્રક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. જેની લંબાઈ 5,005 mm, પહોળાઈ 1,932 mm, 2,950mmના VLBSની સાથે તેની હાઈટ 1,875mm છે. મતલબ કે તે ટોયોટા ફોર્ચ્યૂનર અને ફોર્ડ એંડેવર કરતા ઘણી મોટી છે.

કિંમત અને ફિચરઃ

ભારતમાં આ કારની કિંમત લગભગ 30 લાખ રૂપિયા હોઈ શકે છે. આ કારને ચીનમાં 6 સ્પીડ મેન્યૂઅલની સાથે ખરીદી શકાય છે. ભારતમાં MG મોટર આ કારને ડીઝલ પાવરટ્રેનની સાથે લાવી શકે છે. જેમાં 12.3 ઈંચનું ટચસ્ક્રીન ઈંફોનટેસમેંટ સિસ્ટમ, થ્રી જોન ક્લાઈમેટ કન્ટ્રોલ, 360 કેમેરા જેવા ફિચર્સ પણ આપી શકાશે.

એન્જિનઃ

Maxus D90 SUV 7 સીટર કાર છે. જેમાં એડેપ્ટિવ LED હેડવેમ્પ, રેડ ઈન્ટર્સની સાથે ડ્યૂલ ટોન બંપર આપવામાં આવ્યા છે.

Maxus D90 SUVના ચાઈના સ્પેસિફિક મોડલમાં 2.0 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 221bhp નો પાવર અને 360Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp