વિશ્વમાં ફક્ત 1 વ્યક્તિ જ ખરીદી શકશે આ બાઇક

PC: autocarindia.com

શાનદાર બાઈક બનાવનારી ઈટલીની MV Agusta એક એવી બાઈક લાવી છે, જે  ખૂબ જ શાનદાર છે. આ બાઈકની સૌથી ખાસ વાત એ છે કે, તેનું માત્ર એક જ યુનિટ બનાવવામાં આવશે એટલે કે, દુનિયાભરમાં માત્ર એક જ વ્યક્તિ આ બાઈક ખરીદી શકશે. આ મોટરસાઈકલ કંપનીની Brutale 1000 RR સુપર નેકેડ બાઈકનું અલ્ટ્રા-લિમિટેડ એડિશન વર્ઝન છે. તેને MV Agusta 1000 RR ML નામથી રજૂ કરવામાં આવી છે. આવો તો આ ખૂબ જ રસપ્રદ અને ખાસ બાઈકની ખાસ વાતો જાણીએ.

NBT

MV Agusta 1000 RR ML બાઈકનો લુક સ્ટાન્ડર્ડ Brutale 1000 RR જેવો જ છે. આ અલ્ટ્રા લિમિટેડ એડિશન બાઈક બ્લૂ અને વ્હાઈટ કોમ્બિનેશન સાથે ટ્રાઈકલર પેઈન્ટ સ્કીમમાં આવી છે. બાઈકની ફ્રેમ, એલ્યુમિનિયમ વિલ્સ અને સ્વિંગ આર્મ પર ગોલ્ડન પેઈન્ટ છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેને ખરીદનારાનું શોર્ટ નામ ‘ML’ છે. Brutale 1000 RR MLમાં કોઈ મેકેનિકલ બદલાવ નથી કરવામાં આવ્યો, એટલે તેનું એન્જિન Brutale 1000 RRવાળું છે.

NBT

બાઈકમાં આપવામાં આવેલું એન્જિન 998 CC છે અને 205 bhpનો પાવર અને 115 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ ટ્રાન્સમિશનથી લેસ છે. કંપનીનો દાવો છે કે, આ અલ્ટ્રા એક્સક્લુઝિવ મોડલ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે.

NBT

Brutale 1000 RR MLમાં ચાર રાઈડિંગ મોડ આપવામાં આવ્યા છે. જેમાં રેસ, સ્પોર્ટ્સ, રેન અને કસ્ટમ મોડ સામેલ છે. તેમાં 5-ઈંચનો હાઈ રિઝોલ્યૂશન કલર TFT ડિસ્પ્લે છે. જેનાથી બાઈકને લગતી કોઈ પણ જાણકારી મળે છે. સ્ટાન્ડર્ડ Brutale 1000 RRની જેમ તેમાં પણ ohlins સસ્પેન્શન અને Brembo Stylema બ્રેક આપવામાં આવી છે. MV Agastaએ આ સુપર એક્સક્લુઝિવ બાઈકની કિંમતનો ખુલાસો નથી કર્યો. આ બાઈક માત્ર 1 જ યુનિટ બનશે. એવામાં તેની કિંમત પણ ઘણી વધારે રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેના કારણે માનવામાં આવી રહ્યું છે કે કંપની કદાચ જ આ બાઈકની કિંમતનો ખુલાસો કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp