શા માટે કેટલાક લોકો રિકવરી બાદ ફરી થઈ રહ્યા છે કોરોના પોઝિટિવ? રિસર્ચમાં ખુલાસો

PC: livemint.com

દુનિયાભરના વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ એ વાતથી હેરાન છે કે, કોરોનાથી રિકવર થયેલા લોકો ફરીવાર શા માટે અને કઈ રીતે પોઝિટિવ થઈ રહ્યા છે. ઘણા દર્દીઓ રિકવરીના થોડાં અઠવાડિયા અથવા મહિનાઓ બાદ ફરીથી કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. મુશ્કેલી એ છે કે, તેમના શરીરમાંથી લાઈવ કોરોના વાયરસ નથી મળી રહ્યો. કોરોના વાયરસના RNAની લાઈફ ખૂબ જ નાની હોય છે. તે મુશ્કેલીથી થોડી મિનિટો જ જીવી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે, નાશ પામેલા RNAનો અંશ આપણા DNAમાં મળી રહ્યો છે. જેના કારણે લોકો ફરીવાર પોઝિટિવ થઈ રહ્યા છે.

વ્હાઈટહેડ ઈન્સ્ટીટ્યૂટ મેમ્બર અને MITમાં બાયોલોજી પ્રોફેસર રુડોલ્ફ જેનિશે તેનો ખુલાસો કર્યો છે કે, શા માટે લોકો રિકવરી બાદ ફરીવાર કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. રુડોલ્ફની આ સ્ટડી 6 મેના રોજ પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝમાં પ્રકાશિત થઈ છે. આ સ્ટડીમાં રુડોલ્ફે જણાવ્યું છે કે, કઈ રીતે કોરોના વાયરસના RNA આપણા શરીરની કોશિકાઓના જીનોમની સાથે જોડાઈ જાય છે. તેને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે. આવા જીનોમને RNA માટે થનારા પીસીઆર ટેસ્ટમાં જાણી શકાય છે. માત્ર કોવિડ-19 જ એવો વાયરસ નથી, જે માણસોના જીનોમ સાથે જોડાય છે. પરંતુ એવા અન્ય ઘણા વાયરસો પણ છે, જે આ કામ કરે છે.

આપણા શરીરમાં સામાન્યરીતે 8 ટકા DNA એવા હોય છે, જેમાં પ્રાચીન વાયરસોના અંશ જોડાયેલા હોય છે. તેને રેટ્રોવાયરસ કહેવાય છે. તે માણસોના જીનોમ સાથે જોડાઈને પોતાના વંશને આગળ વધારે છે. વ્હાઈટ હેડ ઈન્સ્ટીટ્યૂટના પોસ્ટ ડૉક્ટોરલ ફેલો અને આ સ્ટડીના પહેલા લેખક લિજુઓ ઝાંગ કહે છે કે, કોરોના કોઈ રેટ્રોવાયરસ નથી. તેને પોતાનું વંશ વધારવા માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની જરૂર નથી. તેમ છતા માણસો અને ઘણા કેશરુકીય જીવોમાં નોન-રેટ્રોવાયરલ RNA વાયરસના જીનોમની સાથે જોડાઈને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરતા જોવા મળ્યા છે.

વધુ મજબૂત માહિતી મેળવવા માટે લિગુઓ, રુડોલ્ફ અને એલેક્સિયાએ ત્રણ અલગ-અલગ રીતોથી DNAનું સિક્વન્સિંગ કર્યું. ત્રણેય રીતોમાં એ લોકોની કોશિકાઓના DNAમાં વાયરસના જિનેટિક મટિરિયલ મળ્યા. એટલે કે માણસના જીનોમમાં કોવિડ-19 વાયરસના RNA અંશ હતા. જે DNAમાં કોરોના વાયરસે પોતાના જિનેટિક મટિરિયલ ચિપકાવ્યા હતા, તેની જાણકારી એક ખાસ રીતે જીનેટિક ફીચર રેટ્રોટ્રાન્સપોસોન હોલમાર્કથી મળી. ટ્રાન્સપોસોનને સાઈન્ટિસ્ટ સામાન્ય ભાષામાં જંપિંગ જીન્સ પણ કહે છે. તે DNAની અંદર એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરે છે. સામાન્યરીતે ટ્રાન્સપોસોન એટલે કે વાયરસનું જિનેટિક મટિરિયલ વધુ તણાવ, કેન્સર અથવા મોટી ઉંમરે DNAની અંદર યાત્રા કરે છે. તે એટલા તાકાતવર હોય છે કે, તમારા જીન્સને પણ બદલી શકે છે.

માણસોમાં જે જીનોમમાં સૌથી સામાન્ય રેટ્રોટ્રાન્સપોસોનના LINE1 રેટ્રોટ્રાન્સપોસોન કહે છે. તે DNAની કાપનારી મશીનરી અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસથી બને છે. એટલે કે એવા એન્જાઈમથી જે RNAના ટેમ્પલેટથી DNA મોલિક્યૂલ્સનું નિર્માણ કરે છે. આ એવી જ પ્રક્રિયા છે, જેવી કોરોના વાયરસ પોતાના RNA સાથે કરી રહ્યું છે. એટલે કે તે DNA સાથે ચિપકીને પોતાને શાંત રાખે છે, પછી યોગ્ય સમય જોઈને તમારા જીનોમને તોડીને શરીરમાં અન્ય વાયરસ બનાવી લે છે. રુડોલ્ફે જણાવ્યું કે, કોરોના વાયરસથી રિકવરી બાદ ફરી પોઝિટિવ થનારા લોકોના શરીરમાં એ વાતના હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. અમારી તપાસમાં જણવા મળ્યું છે કે, LINE1નું જોડાણ થઈ રહ્યું છે. કોરોના વાયરસ આપણા શરીરની કોશિકાઓના DNAમાં જ્યાં જોડાય છે, ત્યાં 20 બેસ પેયર ડુપ્લીકેશન જોવા મળે છે.

એટલું જ નહીં, LINE1 ઈન્ટીગ્રેશનની સાથોસાથ LINE1 એન્ડોન્યૂક્લિએસ રિકગનિશન સિક્વન્સ પણ થઈ રહ્યું છે. એટલે કે આપણા DNAમાં 70 ટકા કોરોના વાયરસના જીનેટિક અંશ પણ જોવા મળ્યા છે. રુડોલ્ફે જણાવ્યું કે, આ અદ્ભુત પ્રક્રિયા થઈ રહી છે. તે ખૂબ જ સૂક્ષ્મ ગતિવિધિ છે. કોરોના વાયરસના RNA આપણી કોશિકાઓના DNAમાં અલગ-અલગ રીતે પ્રવેશ કરી રહ્યા છે.

રુડોલ્ફ અને તેમની ટીમ એ નથી જાણી શકે કે, કોરોના વાયરસ જિનેટિક મટિરીયલ એટલે કે તેના RNA માણસોના DNAની સાથે કઈ રીતે ચિપકી રહ્યા છે. તેની ફ્રિક્વન્સી શું છે. કારણ કે તે કોઈ દર્દીના સેમ્પલમાં ઓછાં મળ્યા અને કોઈકનામાં વધુ મળ્યા. જોકે, તે ખૂબ જ દુર્લભ છે. કારણ કે અત્યારસુધી 14 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે, કરોડો રિકવર પણ કરી ચુક્યા છે. પરંતુ ફરીવાર પોઝિટિવ થનારા કેસ ખૂબ જ ઓછાં છે.

બીજી તરફ લિગુઓ ઝાંગ હવે એ વાતના પ્રયોગમાં લાગ્યા છે કે, કઈ રીતે કોશિકાઓની અંદર જ કોરોના વાયરસના જિનેટિક મટિરિયલને પ્રોટીનમાં બદલવામાં આવે. જો એવું થાય તો શરીરમાં પ્રતિરોધક ક્ષમતા મજબૂત હશે. તેનાથી ભવિષ્યમાં આપણને કોરોના વાયરસના હુમલાથી બચવામાં મોટી મદદ મળશે. રુડોલ્ફ કહે છે કે, અમે અમારી આગળની તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરી શું કે, શું કોરોના વાયરસનું જિનેટીક મટિરિયલ આપણા DNA સાથે ચિપકીને તેને મહામારી માટે ફરી તૈયાર કરી રહ્યું છે. તેનાથી લાંબા સમય માટે કોરોના દર્દીઓના શરીરમાં ઓટોઈમ્યૂન રિસ્પોન્સ પેદા થઈ રહ્યો છે. આથી, દર્દીઓએ PCR તપાસ દ્વારા એ તપાસ કરવી જોઈએ કે, ક્યાંક તેમના શરીરમાં કોરોના વાયરસના અંશ તો નથી બચ્યાને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp