2 મિનીટમાં out of stock થઈ ગયો Oppoનો આ સ્માર્ટફોન

PC: pricepony.b-cdn.net

Oppoના સબ બ્રાન્ડ RealMe 1નો ભારતમાં સેલ રાખવામાં આવ્યો હતો. તેનું વેચાણ Amazon પર 12 વાગ્યાથી થયું હતું અને કંપનીનું કહેવું છે કે ઘણી ડિમાન્ડ વચ્ચે માત્ર 2 મિનીટમાં આ ફોન આઉઠ ઓફ સ્ટોક થઈ ગયો હતો. કંપનીએ કહ્યું હતું કે તેના બંને વેરિયન્ટ 6GB/128GB ઈન્ટરનલ સ્ટોરેજ(કિંમત 13990) અને 3GB/32GB ઈન્ટરનલ સ્ટોરેજ(કિંમત 8990)ને ઘણો સારો રિસપોન્સ મળ્યો હતો.

તેની સાથે જ કંપનીએ કહ્યું હતું કે Amazon પર RealMe 1 બેસ્ટ સેલર ફોન બની ગયો છે. જો તમારે પણ આ ફોન ખરીદવાની ઈચ્છા રાખતા હોવ તો આગામી સેલ 1 જૂનના રોજ આવવાનો હતો. Realme 1માં 6 ઈંચની ફૂલ એચડી+ ડિસપ્લે છે. કંપની આ ફોનને બેઝલ સાથે લોન્ચ કર્યો છે. ફોનને ડાયમંડ બ્લૂ, મુનાલઈટ સિલ્વર અને સોલર રેડ કલરમાં લોન્ચ કર્યા છે. Oppo સબ બ્રાન્ડ Realme 1માં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો P60 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ ફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર બેઝ્ડ કલર ઓએસ 5.0 પર કામ કરે છે. આ ફોનમાં 13 મેગાપિક્સેલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જે એલઈડી ફ્લેશ સાથે આવે છે. તેનો ફ્રન્ટ કેમેરો 8 મેગા પિક્સેલ સાથે આવે છે. ફોનના ફ્રન્ટ કેમેરામાં AI બ્યૂટી 2.0 ફીચર આપવામાં આવ્યું છે. પાવર બેકઅપ માટે આ ફોનમાં 3410 એમએએચની બેટરી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે કંપની ટેલિકોમ કંપની Reliance Jioની સાથે મળીને ફોન પર 4850 રૂપિયાો ફાયદો કરાવી રહી છે. તે સિવાય ફોનમાં No Cost On EMIની સાથે amazon India પરથી ખરીદી શકવામાં આવશે. તે સિવાય તમે SBIના કાર્ડથી પેમેન્ટ કરશો તો 5 ટકા કેશબેક મળશે. તે સિવાય કંપની આ ફોન પર ફ્રી કેસ અને સ્ક્રીન પ્રોટેક્ટર આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp