લૉન્ચિગ પહેલા Redmi Note 10 Proની કિંમત લીક થઈ ગઈ

PC: indianexpress.com

મોબાઈલ અને ટેકનોલોજીની દુનિયામાં દરરોજ સૂર્યોદય થાય અને નવા ફીચર્સ સામે આવે છે. ખાસ કરીને ફોનની બાબતમાં ઘણા લોકો નવા મોડલ અને ફીચર્સની રાહ જોઈને બેઠા હોય છે. કંપનીઓ જ્યાં સત્તાવાર રીતે લૉન્ચ કરવાની તૈયારીમાં હોય ત્યાં કોઈને કોઈ વસ્તુ લીક થઈ જાય છે. સ્માર્ટફોન Redmi Note 10 Proના લૉન્ચિગના દિવસોમાં પણ આવું જ બન્યું છે. તા.4 માર્ચના રોજ Redmi Note 10 Pro સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ થવાનો હતો. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પરથી આ ફોનની એક સીરિઝ શેર કરી હતી. Xiaomiએ ટ્વીટર પરથી એલાન કર્યું હતું કે, Redmi Note 10 Pro સીરીઝ સુપર એમોલ્ડ સ્ક્રિન સાથે આવશે. સુપર એમોલ્ડ સ્ક્રીન યુઝર્સને શ્રેષ્ઠ વ્યુઈંગ એક્સપિરિયન્સ આપે છે.

 

સ્ક્રીન પર ફાસ્ટર ટચ રીસપોન્સ પણ મળી રહે છે. આ સાથે Redmi Note 10 Proના બેઝિક મોડલની કિંમત પણ લીક થઈ ગઈ હતી. ગત જાન્યુઆરી મહિનામાં Redmi Note 10 Proને લઈને એક જાણકારી સામે આવી હતી. ફોન 6 GB રેમ અને 128GB સ્ટોરેજ ફીચર સાથે પ્રાપ્ય થઈ શકે છે. હવે એ જાણકારી સામે આવી છે કે, Redmi Note 10 Pro 6GB+64 GB મોડલ રૂ.20744માં લૉન્ચ થઈ શકે છે. લીક થયેલા રીપોર્ટનું જો માનવામાં આવે તો આ ફોનમાં 6.43 ઈંચની એમોલ્ડ ડીસપ્લે, ડ્યુઅલ સ્પીકર, Snapdragon 678 SoC અને ક્વાડ રેર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે.

Redmi Note 10 સીરીઝ અંતર્ગત બે નવા સ્માર્ટફોન Redmi Note 10 અને Redmi Note 10 PRO માર્કેટમાં આવી શકે છે. જે માત્ર 4G સપોર્ટ સિસ્ટમ સાથે આવશે. આ ફોન 11OS બેઝ્ડ MIUI 12.5 આધારીત હશે. આ ઉપરાંત ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરો આપવામાં આવી શકે છે. Redmi Note 10 માં 33Wનું ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAhની બેટરી મળી શકે છે.

 

ફોનની ડીઝાઈનની વાત કરવામાં આવે તો ડીઝાઈન પણ આકર્ષક છે. આ પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ જ્યારે Redmi Note 10 લૉન્ચ થવાનો હતો ત્યારે એના બોક્સના એક ફોટા પરથી એની કિંમત અંગે રહસ્ય ખુલી ગયું હતું. જેમાં 108 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરા અને ફીચર્સની દ્રષ્ટિએ Redmi Note કેટેગરીનો આ મોબાઈલ એક સક્સેફુલ મોડલ સાબિત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp