5.5 લાખની Renault Kigerની ડિલીવરી શરૂ, આટલા સમયનો વેઈટિંગ પીરિયડ ચાલી રહ્યો છે

PC: indiatoday.in

Renault Kigerની આજથી ભારતમાં ડિલીવરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે ઘણા શહેરોમાં આ ગાડી પર 6 મહિના સુધીનો વેઈટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. વેઈટિંગ પીરિયડ કેટલો લાંબો હશે તે શહેરો અને તેના વેરિયન્ટ પર નિર્ભર કરે છે. જણાવી દઈએ કે Renault Indiaએ પોતાની પહેલી સબકોમ્પેક્ટ SUVને ગયા મહિના ભારતીય માર્કેટમાં લોન્ચ કરી હતી. આ CMF-A પ્લેટફોર્મ પર કામ કરે છે.

ભારતીય માર્કેટમાં આ કારની એક્સ શોરૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે. આ કારમાં તમને ચાર વેરિયન્ટ RXE, RXL, RXT અને RXZ મળશે. જેની કિંમત અલગ અલગ નક્કી કરવામાં આવી છે. Renault Kiger માર્કેટમાં 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.0 લિટર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે.

તેમાં ગ્રાહકોને 5-સ્પીડ મેન્યુઅલ, 5-સ્પીડ ઓટોમેટીક અને સીવીટી ટ્રાન્સમિશનનો વિકલ્પ મળશે. Renault Kigerનું 1.0 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન 100 PSનો મેક્સિમમ પાવર અને 160 nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું 1.0 લીટર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 72 PSનો મેક્સિમમ પાવર અને 92nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. 

જણાવી દઈએ કે Renault Triber આ જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી હતી. લોન્ચ પછી Renault Kigerનો ભારતીય માર્કેટમાં Kia Sonet, Hyundai Venue, Maruti suzuki Vitara Breeza અને Tata Nexon જેવી B-SUV ગાડીઓ સાથે બરાબરની ટક્કર થશે. જોકે તેના સ્લીક LED હેડલેમ્પ્સ અને આઈસ ક્યુબ ફોગ લેમ્પ તેના જોવામાં એકદમ અલગ છે. કીંગરમાં ફંક્શનલ રૂફ સેલ્સ, 16 ઈંચના એલોય વ્હીલ્સ, સાઈડમાં બ્લેક ક્લેડિંગ્સ અને સ્પ્લિટ સી-શેપ્ડ ટેલ લેમ્પ આપવામાં આવી છે. Renault Kigerમાં 405 લીટરનું બેસ્ટ ઈન ક્લાસ બૂટ સ્પેસ આપવામાં આવી છે. તેમાં 210 મિમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ આપવામાં આવ્યું છે. Renault Kiger ભારતીય માર્કેટમાં 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે.

તે સિવાય Renault Kigerમાં 7 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓલ બ્લેક ડેશબોર્ડ અને ફૂલી ડિજીટલ ડ્રાઈવ ડિસપ્લે, વાઈસ કમાન્ડ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ ફ્લોટીંગ રૂફટોપ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન ડેવા ફીચર્સ આપવામાં આવી છે. Renault Kigerમાં સારા રાઈડીંગ અનુભવ માટે ત્રણ મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp