મહિન્દ્રાએ રોહિત શેટ્ટીને કહ્યું- આ ગાડીને ઉડાવવા બોમ્બની પડશે જરૂર, જાણો કારણ

PC: Instagram.com

આનંદ મહિન્દ્રાનું કહેવું છે કે, હવે ફિલ્મમેકર રોહિત શેટ્ટીને સ્કોર્પિયો પલટાવવા માટે ન્યુક્લિયર બોમ્બની જરૂર પડશે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ દેશ-પરદેશની વાતો અથવા તો કોઈ ઇનોવેટિવ વ્યક્તિ અથવા તેના આઇડિયાને પણ શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે એક એવી ટ્વીટ કરી છે જે ખૂબ જ વાયરલ થઈ ગઈ છે.

આનંદ મહિન્દ્રાએ તેમની કંપનીની અપકમિંગ એસયુવી વિશે વાત કરતાં એકદમ મજાકિયા અંદાજમાં તેમની ટ્વીટમાં રોહિત શેટ્ટીનો પણ સમાવેશ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, રોહિત શેટ્ટીજી, આ કારને ઉડાવવા માટે તમને ન્યુક્લિયર બોમ્બની જરૂર પડશે.

આનંદ મહિન્દ્રાએ જે કારની વાત કરી છે એ બીજી કોઈ નહીં, પરંતુ તેમની સ્કોર્પિયો જ છે. આ કારનું નવું વર્ઝન તેમણે સ્કોર્પિયો એન નામ આપ્યું છે. કંપનીનો દાવો છે કે આ એસયુવી દરેક એસયુવીનો બાપ છે.

મહિન્દ્રા સ્કોર્પિયોની લોન્ચિંગ ડેટ જેટલી નજીક આવી રહી છે એટલી જ એ વધુને વધુ ન્યુઝમાં રહે છે. કંપનીઓ આ કારનું ટીઝર હાલમાં જ જાહેર કર્યું છે અને એને લઈને સ્કોર્પિયો લવર્સમાં ગાડીને લઈને એક ગજબની ઉત્સુક્તા જોવા મળી રહી છે.

ફીચર્સની વાત કરીએ તો કારમાં નવી મોટી ટચસ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કલ્સ્ટર, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, સનરૂફ જેવા અન્ય ઘણાં લક્ઝુરિયસ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારમાં ડ્રાઇવર ડિસ્પેલ પણ ડિજિટલ છે અને સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ પણ જોવા મળશે. નવી સ્કોર્પિયોનો વ્હીલ બેઝ ખૂબ જ લાંબો છે. અત્યારની સ્કોર્પિયો કરતાં પણ તે મોટી છે. એનો મતલબ છે કે, નવી સ્કોર્પિયોમાં વધુ સ્પેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર મેકર્સના નવા લેડર-ઓન-ફ્રેમ પ્લેટફોર્મ પર આધારિત છે. આ કારમાં ફોર-વ્હીલ ડ્રાઇવનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. કંપની આ એસયુવીના ઘણા મોડલ ઉપલબ્ધ કરે એવી શક્યતા છે જેથી ચાલક તેમની જરૂરિયાત અને બજેટ મુજબ એ ખરીદી શકે છે. જોકે પોલીસ અને ખાસ કરીને રોહિત શેટ્ટીની ફિલ્મોમાં જોવા મળતી આ કાર ક્યારે ફિલ્મમાં દસ્તક આપશે એ જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp