3 કરોડની Bentleyને અપાયું ટેન્કનું સ્વરૂપ, જુઓ વીડિયો

PC: thenewsminute.com

શાનદાર લુક અને જબરદસ્ત સ્પીડના દમ પર Bentley Continental GTએ દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આશરે 3 કરોડ રૂપિયાની આ શાનદાર કાર હાલ પોતાના ટેન્ક સુકને કારણે દુનિયાભરમાં ચર્ચામાં છે. આ લક્ઝરી કારને રશિયાના એક કાર લવરે મોડિફાઈ કરીને ટેન્ક બનાવી છે, જેને કારણે તે ચર્ચામાં છે. તમે પણ જાણી લો આ Bentley Continental GTની ખાસિયતો શું છેઃ

કોન્સ્ટેંટિન જરુસ્કીએ પોતાની આ લક્ઝરી કારને ટીમની સાથે મળીને મોડિફાઈ કરી છે અને તેને અલ્ટ્રાટેંક નામ આપ્યું છે. આ ગાડીને મોડિફાઈ કરવામાં 7 મહિનાનો સમય લાગ્યો છે. ત્યારબાદ આ અલ્ટ્રાટેંકના ઘણા ઓફ રોડ ટેસ્ટ કરવામાં આવ્યા. તેનું ડ્રાઈવિંગ એક સામાન્ય કાર જેવું જ છે.

આ અંગે કોન્સ્ટેંટિન જરુસ્કીનું કહેવું છે કે, સેન્ટ પીટર્સબર્ગ ઓથોરિટી સાથે તેની વાતચીત ચાલી રહી છે, જેથી આ રોડ લીગલને સામાન્ય રસ્તાઓ પર ચલાવવાની પરવાનગી મળી શકે જેથી તેને તેઓ પોતાના હોમટાઉનની આસપાસ ચલાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp