48 મેગાપિક્સલ કેમેરો અને 5000 mAhની બેટરી સાથે Samsungએ લોન્ચ કર્યો Galaxy A31

PC: gadgets360cdn.com

Samsungએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરેલા Galaxy A30નું અપગ્રેડ વર્ઝન Galaxy A31ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. સાઉથ કોરિયન કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ નવા સ્માર્ટફોનમાં વોટર ડ્રોપ-સ્ટાઈલ ડિસ્પ્લે નોચ અને રિયરમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Galaxy A31ને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.  Samsung Galaxy A31ના 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 21999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક આ સ્માર્ટફોનને પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ બ્લૂ અને પ્રિઝ્મ ક્રશ વ્હાઈટ કલર ઓપ્શનમાં ખરીદી શકશે.

તેનું દેશમાં વેચાણ 4 જુનથી શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહક તેને Amazon, Flipkart, BeNow, Samsung India E-Store સહિત ઓફલાઈન સ્ટોર્સ અને Samsung ઓપેરા હાઉસ પરથી ખરીદી શકશો. લોન્ચ ઓફર્સની વાત કરીએ તો Galaxy A31ની સાથે ગ્રાહકોને Samsung ફાયનાન્સ, NBFCs અને બેંકો તરફથી EMI ઓફર્સ મળશે.

Samsung Galaxy A31ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ડ્યૂઅલ-સિમ (નેનો) સપોર્ટવાળો એન્ડ્રોઈડ 10 બેઝ્ડ One UI પર ચાલે છે અને તેમાં 6.4 ઈંચ ફુલ HD+ (1080 * 2400 પિક્સલ) ઈનફિનિટી-U સુપર Amoled ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 6GB રેમની સાથે ઓક્ટા-કોર MediaTek Helio P65 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે તેના રિયરમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાયમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત, અહીં 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરા, 5 મેગાપિક્સલ ડેપ્થ કેમેરો અને 5 મેગાપિક્સલ મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેના ફ્રન્ટમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. Samsung Galaxy A31ની બેટરી 5000 mAhની છે અને તેમાં 15W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તેની મેમરી 128 GBની છે, જેને કાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે. આ ઉપરાંત, તેમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 4G VoLTE, WiFi, બ્લૂટૂથ, GPS, USB ટાઈપ-C પોર્ટ, ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 3.5 mm નો હેડફોન જેક આપવામાં આવ્યો છે. ફોનનું વજન 185 ગ્રામ છે. તે 2G, 3G અને 4G નેટવર્કને સપોર્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp