Skoda કંપનીએ ગ્રાહકની ફરિયાદની અદેખાઇ કરી, હવે વ્યાજ સહિત આપવા પડશે આટલા રૂપિયા

PC: kuikr.com

નવા વાહન ખરીદતા સમયે ગ્રાહક અને ડીલપશિપ બંને તેના પાર્ટ્સ અને એન્જિનને સંપૂર્ણ રીતે તપાસે છે. પણ ઘણીવાર ડીલરશિપની બેદરકારીના કારણે ગ્રાહકોને કાર ખરીદ્યાના વર્ષો પછી પણ તેમાં સતત પૈસા લગાડવા પડે છે. હાલમાં જ આ પ્રકારનો કેસ ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. પ્રમુખ કાર નિર્માતા કંપની સ્કોડા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડીલરે એ પ્રકારની બેદરકારી કરી કે ગ્રાહકને વાહન ખરીદ્યાના 6 વર્ષ પછી 6 લાખ રૂપિયાની રકમ પરત કરી છે.

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની ગ્રાહક અદાલતે કારમાં ગડબડી આવ્યા પછી સ્કોડા કંપની પર 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક ફરિયાદને ધ્યાનમાં લેતા સ્કોડા ઓટો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને તેની ડીલર સર્વિસ યોગ્ય ન કરવાને લઇ આયોગના અધ્યક્ષ એસ જેડ પવાર અને સભ્ય પૂનમ વી મહર્ષિએ આ મહિનાની શરૂઆતમાં દોષી ગણાવ્યા. પાલઘર જિલ્લાના દહાણૂ નિવાસી ધનેશ મોઠેએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે તેમણે વર્ષ 2014માં સ્કોડા ડીલર જેએમડી ઓટો પ્રાઈવેટ લિમિટેડથી 8 લાખથી વધારે કિંમતની કાર ખરીદી હતી.

કાર ચલાવતા દરમિયાન તેમને બ્રેક ફેલ, ટૂલ્સમાં ખરાબી અને પાવર વિન્ડો જોવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. મોઠેએ ફરિયાદમાં જણાવ્યું કે આ પરેશાનીઓ વિશે કંપનીને સૂચિત કરવા છતાં કંપનીએ તેના પર કાર્યવાહી કરી નહીં. પોતાના આદેશમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે કહ્યું કે, કંપનીએ વાહનમાં ખરાબીને દૂર કરવા અને વોરંટી અનુસાર ડિફેક્ટ ફ્રી વાહન આપ્યું નહીં. માટે અમે તેમને સર્વિસ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસમાં દોષી માનીએ છીએ. જોકે, ફરિયાદકર્તાએ વાહનનો ઉપયોગ 60 હજાર કિમીથી વધારે કર્યું છે, તેના રિપ્લેસમેન્ટ કે પૂરા ખર્ચાની વાપસીની પરવાનગી આપી શકાય નહીં.

ગ્રાહક સુરક્ષા કોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે, અમારા વિચારે ફરિયાદકર્તા વાહનના 75 ટકાના ખર્ચા માટે હકદાર છે. આ રકમ 6,10,078 રૂપિયાની થાય છે. આ ઉપરાંત તેના પર 9 ટકાના વ્યાજ દરે 10 હજાર રૂપિયાનું વ્યાજ પણ ચૂકવવાનું રહેશે. ચેક ગણરાજ્યની કંપની સ્કોડા ભારતમાં પોતાની એસયૂવી અને સિડાન કારો માટે ખૂબ જાણીતી છે. ભારતમાં આ કંપની સ્કોડા ઓટો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp