બસ સાથેની આવી ખૌફનાક ટક્કરમાં આ કારના ડ્રાઈવર અને કાર માલિક બચી ગયા

PC: gaadiwaadi.com

ટાટા મોટર્સ પોતાના મજબૂત બિલ્ડ ક્વોલિટી કારો માટે ઓળખાય છે અને હાલમાં જ કંપની તરફથી રજૂ કરવામાં આવેલી ટિયાગો, ટિગોર હેરિયર અને નેક્સોન પોતાની મજબૂત બિલ્ડ ક્વોલિટીની સાથે સેફ્ટીને પણ સાબિત કરી છે. ટાટા મોટર્સના પોર્ટફોલિયામાં હેક્સા પણ હતી. પણ હાલમાં તેના વેચાણને ભારતમાં બંધ કરી દેવામાં આવ્યું છે. આ કાર પણ મજબૂત બિલ્ડ ક્વોલિટી માટે ઓળખાય છે અને હાલમાં જ તેની સાથે થયેલા અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે. જે ખરેખર હેરાન કરનારો છે.

આ અકસ્માત ઉત્તર પ્રદેશના પીલીભીતનો છે. જે એક વર્ષ પહેલા બની હતી. પણ તે ચર્ચામાં ત્યારે આવી જ્યારે આ અકસ્માતમાં કાર માલિક અને ડ્રાઈવર બંને બચી ગયા. કાર માલિક કરન નંદા પોતાના બિઝનેસને લીધે લખીમપુરથી પીલીભીત જઇ રહ્યા હતા અને આ ઘટના પીલીભીતથી 15 કિમી પહેલા બની, જ્યાં કારની બસ સાથે ખતરનાક ટક્કર થઇ. જ્યાં બસ ટ્રકને ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી. પણ યોગ્ય સમયે બસ ડ્રાઈવર આગળ નીકળી શક્યો નહીં અને સામેથી આવી રહેલી ટાટા હેક્સા સાથે તેની ટક્કર થઇ ગઇ. ઘટનાની ગંભીરતાને કારણે હેક્સાનો આગળનો ભાગ ખરાબ રીતે નષ્ટ થઇ ગયો.

આ અકસ્માતમાં ડ્રાઈવર અને કાર માલિક ઈજાગ્રસ્ત થયા, પણ બંને બચી ગયા. જ્યારે આ રીતની સામેની ટક્કરમાં કોઇ પણ વ્યક્તિનું બચવું મુશ્કેલ હોય છે. આ વાતથી તો એ સાબિત થાય છે કે, કારની બિલ્ડ ક્વોલિટી કેટલી અગત્યની હોય છે અને ટાટા હેક્સાએ એ સાબિત કરીને દેખાડ્યું છે. કારના બહારના ભાગને ઘણું નુકસાન પહોંચ્યું. પણ કારનું કેબિન સવારોનો જીવ બચાવવામાં અગત્યનું રહ્યું. એ કારણે જ નંદાએ ટાટાની બિલ્ડ ક્વોલિટીની પ્રશંસા કરી છે.

જણાવી દઇએ કે, ગયા મહિને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટના પરિણામ સામે આવ્યા છે અને ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ સૌથી સુરક્ષિત કારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પરીક્ષણોમાં ટાટાની કારોએ બાજી મારી છે અને Tata Nexon અને Altrozને 5 સ્ટાર પ્રાપ્ત થયા છે. આ જ રીતે ટિયાગો હેચબેક અને ટિગોર કોમ્પેક્ટ સિડાનને GNCAPથી 4 સ્ટાર મળ્યા છે. જ્યારે પહેલા જેસ્ટને પણ ક્રેશ ટેસ્ટ ઓર્ગેનાઇઝેશને 4 સ્ટાર આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp